VADODARA : SOG ની રેડમાં હેરોઇન મળી આવ્યું, આરોપીની અટકાયત
VADODARA : વડોદરાના રણોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા શખ્સ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વડોદરા (SOG - VADODARA) ની ટીમ દ્વારા નશાકારક હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગત રાત્રે કરેલી કાર્યવાહીમાં આરોપીને તેના ઘરેથી જ દબોચી લેવામાં સફળતા મળી છે. એસઓજી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ આગળ વધારવામાં આવી છે.
આરોપીની અટકાયત
વડોદરા એસઓજી નશાનો કાળો કારોબાર ડામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. અગાઉ અનેક વખત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડી પાડવામાં એસઓજી પોલીસને સફળતા મળી ચુકી છે. ગતરાત્રે વડોદરા એસઓજીની ટીમ દ્વારા રણોલી વિસ્તારમાં આવેલા અક્ષર રેસીડેન્સીના સી ટાવરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પોલીસે પરિવાર સાથે ભાડે રહેતા શખ્સ પાસેથી હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો છે. અને આરોપીની અટકાયત કરી છે. આરોપી પરિવાર સાથે અહિંયા ભાડે રહેતો હોવાનું હાલ તબ્કકે જાણવા મળી રહ્યું છે.
તમામ પાસાઓ પર વધુ તપાસ
વડોદરા SOG PI મીડિયાને જણાવે છે કે, આજરોજ રણોલી વિસ્તારમાંથી બાજસિંગ સરદાર પાસેથી 40 ગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. આજે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા, તેવા તમામ પાસાઓ પર વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. પકડાયેલ શખ્સ હાલ ભાડાના મકાનમાં રહેતો હતો. તેવી પ્રાથમિક માહિતી સામે આવી હતી. તે અહિંયા પતિ-પત્ની પરિવાર સાથે રહેતા હતા.
આ પણ વાંચો -- VADODARA : ધમકી સાચી પડી, જાહેરમાં ખેલાયેલા ખુની ખેલમાં હત્યા