Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાવલી નગર બેહાલ, તુટેલુ ડિવાઇડર-ખુલ્લી ગટરના ઢાંકણાને મરામતની વાટ

VADODARA : વડોદરા પાસે આવેલા સાવલી નગર (VADODARA - SAVLI) ના હાલ બેહાલ થયા હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી સાવલીની શાન ગણાતી સરદાર પટેલની પ્રતિમા પાસેનું ડિવાઇડર તુટી ગયું છે. પરંતુ તેની સત્વરે મરામત કરવામાં...
vadodara   સાવલી નગર બેહાલ  તુટેલુ ડિવાઇડર ખુલ્લી ગટરના ઢાંકણાને મરામતની વાટ
Advertisement

VADODARA : વડોદરા પાસે આવેલા સાવલી નગર (VADODARA - SAVLI) ના હાલ બેહાલ થયા હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી સાવલીની શાન ગણાતી સરદાર પટેલની પ્રતિમા પાસેનું ડિવાઇડર તુટી ગયું છે. પરંતુ તેની સત્વરે મરામત કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. સાથે જ રોડ પર ઢાંકણા વિનાની ખુલ્લી ગટર અકસ્માત નોતરે તેમ છે, છતાં કોઇ કામગીરી કરવામાં આવતી નથી. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

કૃત્ય કરનારને પોલીસ નથી પકડી શકી

વડોદરા પાસે આવેલા સાવરી નગરના હાલ ઠીક નથી. સાવલીમાં સમસ્યા અનેક છે, પરંતુ તેનો ઉકેલ લાવવા માટે કોઇ આગણ આવતું નથી. જેને લઇને હવે સ્થાનિકો રોષે ભરાયા છે. સાવલીની શાન સમા સરદાર પટેલની પ્રતિમા નજીક ડિવાઇડર તુટી ગયું છે. જે પ્રતિમાની શોભા ઘટાડે તેવું દેખાઇ રહ્યું છે. છતાં આ કૃત્ય કરનારને પોલીસ નથી પકડી શકી, તો બીજી તરફ તેનુ મરામત કાર્ય કરવામાં પાલિકાનું ઉદાસીન વલણ સામે આવ્યું છે. સાથે જ સામા ચોમાસે પોલીસ મથક નજીકના રોડ વચ્ચે ઢાંકણા વગરનું ખુલ્લી ગટર લાંબા સમયથી જોવા મળી રહી છે. તે આવનાર સમયમાં મુશ્કેલી નોતરી શકે તેમ છે. આ અંગે તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. તેવી માંગ સામે લોકો આગળ આવ્યા છે.

Advertisement

ઘટતું કરવા વિનંતી

સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ જણાવે છે કે, સાવલી નગરના મધ્યમાં સરદાર પટેલની પ્રતિમા આવેલી છે. તેનું ડિવાઇડર તુટેલું છે. 5 - 7 દિવસ થયા આ ડિવાઇડરને તુટ્યે, પોલીસે સીસીટીવી તપાસીને આરોપીને પકડવાની કોઇ કોશિષ નથી કરી. બીજ નગરપાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર દ્વારા આના રીપેરીંગ માટે કોઇ તકેદારી ન લીધી. બીજી આર એન્ડ ડીની એક ભૂલ છે, કે સ્ટેચ્યુથી ડાવાઇડર થોડુ લાંબુ કરે તો, તે અકસ્માતમાં પ્રતિમા તુટી ન જાય. સાવલી નગરમાં પોલીસ સ્ટેશન નજીક રોડના મધ્યમાં ગટરનું ઢાંકણું ખુલ્લું છે. આવી ગંભીર બાબતો અંગે અમે વારંવાર રજુઆત કરીએ છીએ. પણ કોઇ ધ્યાને લેતું નથી. જેથી ઘટતું કરવા વિનંતી છે.

આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટરનું બેસણું, મહિલાએ કહ્યું “ઘર ચાલે તેમ નથી”

Tags :
Advertisement

.

×