જો ગ્રીષ્મા ગુજરાતની દીકરી તો શું સૃષ્ટિ નથી? સૃષ્ટિના હત્યારાને ફાંસી ક્યારે?: સૃષ્ટિ રૈયાણીની માતાનો વેધક સવાલ
આજે મધર્સ ડે છે. ભારત સહિત દુનિયાભરમાં મધર્સ ડે ઉજવવામાં આવ્યો છે. તેવામાં જેતપુર તાલુકાની એક માતાએ આજના દિવસે પોતાની દીકરી માટે ન્યાયની માગણી કરી છે. આ માતા જેતપુર તાલુકાના જેતલસર ગામની રહેવાસી છે અને તેની દીકરીનું નામ સૃષ્ટિ હતું. જેતપુરનાં જેતલસર ગામમાં ચકચારી સૃષ્ટિ રૈયાણીની હત્યા થઇ તેને આજે એક વર્ષ અને બે મહિનાનો સમય થયો છે. આમ છતાં હજુ સુધી સૃષ્ટિને ન્યાય નથી મળ્યો. આજથી 14
Advertisement
આજે મધર્સ ડે છે. ભારત સહિત દુનિયાભરમાં મધર્સ ડે ઉજવવામાં આવ્યો છે. તેવામાં જેતપુર તાલુકાની એક માતાએ આજના દિવસે પોતાની દીકરી માટે ન્યાયની માગણી કરી છે. આ માતા જેતપુર તાલુકાના જેતલસર ગામની રહેવાસી છે અને તેની દીકરીનું નામ સૃષ્ટિ હતું. જેતપુરનાં જેતલસર ગામમાં ચકચારી સૃષ્ટિ રૈયાણીની હત્યા થઇ તેને આજે એક વર્ષ અને બે મહિનાનો સમય થયો છે. આમ છતાં હજુ સુધી સૃષ્ટિને ન્યાય નથી મળ્યો. આજથી 14 મહિના પહેલાં જેતલસરમાં જયેશ સરવૈયા નામના આરોપીએ ભરબપોરે સૃષ્ટિ રૈયાણીની હત્યા કરી હતી. સૃષ્ટિના ઘરમાં જ સૃષ્ટિને છરીના અનેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. .
ગ્રીષ્માની માફક સૃષ્ટિના હત્યારાને પણ ફાંસી આપો
તાજેતરમાં જ સુરતના ચકચારી ગ્રીષ્મા મર્ડર કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. જેથી ગ્રીષ્માને તો ન્યાય મળ્યો પરંતુ ગ્રીષ્મા જેવી જ ઘટના જેતપુરના જેતલસરમાં બની હતી. જે પરિવાર હજુ ન્યાયની રાહ જોઈ રહ્યો છે. જેતલસરની સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મુદ્દે પણ આરોપીને ફાંસીની સજાની માગણી ઉઠી છે. સુરતના ગ્રીષ્મા કેસની માફક જ સૃષ્ટિના હત્યારાને પણ ફાંસી આપવામાં આવે તેવી પરિવારની માગ છે.
આરોપીએ મૃતક સૃષ્ટિના ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો. એવો આરોપ છે કે એક તરફી પ્રેમમાં પાલગ યુવક સૃષ્ટિના ઘરે પહોંચ્યો હતો અને ક્રુરતાપૂર્વક સૃષ્ટિની હત્યા કરી હતી. જેતલસરમાં રહેતા સૃષ્ટિના પરિવારે કહ્યું કે, ગ્રીષ્મા હત્યા કેસમાં જો ઝડપી ચુકાદો આવી જતો હોય તો સૃષ્ટિની હત્યા મામલે કેમ નહીં? સૃષ્ટિના કેસમાં પણ આરોપીએ એક તરફી પ્રેમમાં હત્યા કરી છે, આમ છતાં હજુ સુધી કેમ ન્યાય નથી મળ્યો? સૃષ્ટિના હત્યારાને પણ ફાંસીની સજા મળવી જોઇએ.
રાજકીય નેતાઓના અશ્વાસન બાદ પણ ન્યાય નહીં
જેતલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા મામલે પરિવારજનોને સાંત્વના આપવા અનેક રાજકીય આગેવાનો દોડી ગયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર.પાટીલ, પાટીદાર અગ્રણી નરેશ પટેલ, આ વિસ્તારના ધારાસભ્ય અને ત્યારના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડીય સહિતના, કોંગ્રેસ તથા આપના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ સૃષ્ટિને ન્યાય અપાવવા માટેનું આશ્વાસન આપ્યું હતું, પરતું આટલા મહિના બાદ પણ ન્યાય મળ્યો નથી. જેથી સૃષ્ટિ રૈયાણીનો પરિવાર પૂછી રહ્યો છે કે શું સૃષ્ટિ ગુજરાતની દાકરી નથી. જો ગ્રીષ્માના હત્યારાને 70 દિવસમાં જ ફાંસીની સજા થતી હોય તો સૃષ્ટિના હત્યારાને કેમ નહીં? સૃષ્ટિની હત્યા સંબંધિત કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સરકારે મંજૂરી પણ આપી દીધી હતી, પરતું હજુ સુધી ન્યાય મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો આવી ગયો છે. કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ કેસને રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આ સજા સંભળાવી છે. કોર્ટમાં જજે જજમેન્ટ વાંચતી વખતે અલગ અલગ 4 જજમેન્ટ પણ ટાક્યાં હતાં. આ ઉપરાંત બાળકો વેબ સિરીઝ જોઈ રહ્યા છે તેની પણ નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી ફેનીલ પરિવારનો આવકનો સ્ત્રોત નથી. કોર્ટે ગ્રીષ્માના પરિવારને વળતર ચૂકવવા માટે પણ અપીલ કરી હતી. ત્યારે હવે સૃષ્ટિનો પરિવાર અને જેતલસર ગામના લોકો સૃષ્ટિને ન્યાય મળે તેની રાહ જોઇ રહ્યા છે.