Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ફર્નિચરના મોટા કામના ઝાંસામાં થેલી લઇ ઠગાયા

VADODARA : વડોદરા પાસે સાવલી નજીક ભમ્મરઘોડા (BHAMMAR GHODA - VADODARA) ખાતે આવેલા આશ્રમમાં ફર્નિચરનું મોટું કામ કરવાના ઝાંસામાં લઇને સામે મિસ્ત્રી પાસેથી રૂ. 50 હજાર લેવડાવ્યા હતા. મિસ્ત્રીને બગીચા પાસે 100 ડોલર ભરેલી થેલી પકડાવીને સામે વાળી વ્યક્તીએ દોટ...
vadodara   ફર્નિચરના મોટા કામના ઝાંસામાં થેલી લઇ ઠગાયા

VADODARA : વડોદરા પાસે સાવલી નજીક ભમ્મરઘોડા (BHAMMAR GHODA - VADODARA) ખાતે આવેલા આશ્રમમાં ફર્નિચરનું મોટું કામ કરવાના ઝાંસામાં લઇને સામે મિસ્ત્રી પાસેથી રૂ. 50 હજાર લેવડાવ્યા હતા. મિસ્ત્રીને બગીચા પાસે 100 ડોલર ભરેલી થેલી પકડાવીને સામે વાળી વ્યક્તીએ દોટ મુકી હતી. મિસ્ત્રીએ થેલી ખોલતા જ તેમાંથી 1 ડોલર સહિત અન્ય કાગળિયા મળી આવ્યા હતા. જે બાદ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

ડોલર અંગે કંઇ વાત થઇ હતી

સાવલી પોલીસ મથકમાં હસમુખભાઇ શાંતિભાઇ મિસ્ત્રી (રહે. ચંદ્રમૌલેશ્વર, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 45 વર્ષથી મિસ્ત્રીકામ કરે છે. મિસ્ત્રી કામ કરતા માણસોનું એક ગૃપ છે, જેમાં ભેગા મળીે શ્રમદાન તરીકે ફર્નિચર રીપેરીંગ અને વૃક્ષારોપણ કરે છે. 24 માર્ચના રોજ તેઓ બરોડા ઓલ સીટી ટુ ગૃપના માણસો સાથે હોળી નિમિત્તે સુરસાગર ખાતે ભેગા થયા હતા. દરમિયાન ગૃપના સભ્યએ વાત કરી કે, સ્વાધ્યાય પરીવાર આશ્રમ, ગરબાડામાં ફર્નિચરનું કામ છે. પરંતુ ત્યાં ડોલર કન્વર્ટ કરીને કામ કરવાનું છે. યોગ્ય લાગે તો કરજો. જે બાદ તેઓ ધવલભાઇનો નંબર આપે છે. બીજા દિવસે તેઓએ ધવલભાઇના નંબર પર વાત કરી હતી. ફોન પર તેમણે કહ્યું કે, તમારે ગોધરા કંઇક ફર્નિચરનું કામ કરવાનું હતું. અને ડોલર અંગે કંઇ વાત થઇ હતી. જેથી ધવલભાઇએ જણાવ્યું કે, અમારી સ્વાધ્યાય પરીવારની સંસ્થા ચાલે છે. સંસ્થા ગોધરાની બાજુમાં આવેલા ગરબાડા ગામે આવેલી છે. ત્યાં ફર્નિચરનું કામ કરવાનું છે. ત્યાર બાદ બંને વચ્ચે અવાર-નવાર ફોન પર વાત થતી રહેતી હતી.

બાકીના રૂપિયા મટીરીયલ માટે

તેમણે મિસ્ત્રીને જણાવ્યું હતું કે, કામ પુરૂ કરવાના તમને 100 ડોલરની 100 નોટો આપીશ. તમારે વધારે જરૂર પડે તો વધારે આપીશ. એપ્રીલમાં ધવલભાઇએ ફોન કરીને જણાવ્યું કે, 100 ડોલરની 100 નોટ લઇ જાવ અને અમારા સ્વાધ્યાય પરીવારમાં રૂ. 50 હજાર એડવાન્સ જવા કરાવો. બાકીના રૂપિયા મટીરીયલ માટે તમારી પાસે રહેવા દો. તેમાંથી રૂ. 50 હજાર લઇ લેજો. જે બાદ મિસ્ત્રીએ જણાવ્યું કે, અમે ભમ્મરઘોડા દર્શન કરવા આવવાના છીએ, તમને રૂ. 50 હજાર આપી દઇશું. અને તમને સામે 100 ડોલરની 100 નોટો આપી દેજો. તેમણે કહ્યું કે, મારો દિકરો ત્યાં હશે, તેને રૂ. 50 હજાર આપીને ડોલર લઇ લેજો.

Advertisement

દિકરો ત્યાંથી ભાગી ગયો

એપ્રીલ માસના અંતમાં સાંજે મિસ્ત્રી મંદિરે દર્શન કરીને દિપકભાઇના દર્શન કર્યા હતા. જે બાદ ધવલભાઇનો ફોન આવ્યો હતો. અને તેમણે બગીચા પાસે ઉભા રહેવાનું જણાવ્યુ હતું. ત્યાં ધવલભાઇનો દિકરો આવીને કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાં 100 ડોલરની 100 નોટો કાળી નોટો આપી, સામે રૂ. 50 હજાર મેળવ્યા હતા. મિસ્ત્રીએ થેલી ખોલીને જોતા તેમાંથી એક ડોલરની નોટો મળી આવી હતી. વચ્ચેના ભાગે સફેદ કલરની કટીંગ કરેલી નોટો જોવા મળી હતી. તેવામાં ધવલભાઇનો દિકરો ત્યાંથી ભાગી ગયો હતો. જેની પાછળ મિસ્ત્રી દોડતા તે હાથમાં આવ્યો ન હતો.

વધુ તપાસ હાથ ધરાઇ

આખરે ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં ધવલભાઇ અને તેમના દિકરા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પત્નીના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર જોડાયા ચૂંટણી અધિકારી

Tags :
Advertisement

.