Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દોઢ વર્ષ પહેલાની લૂંટનો આરોપી ચોકીદાર બન્યો

VADODARA : સાવલી (VADODARA - SAVLI) ના લામડાંપુરા રોડ આવેલી કંપનીમાંથી જમ્મુ કાશ્મીર પોલીસ અને મંજુસર પોલીસે સંયુકત ઓપરેશન માં દોઢ વર્ષ થી જમ્મુ ની જમ્મુ એન્ડ કાશ્મીર સુરણ કોટ શહેરની બેંક લૂંટનો દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે....
vadodara   દોઢ વર્ષ પહેલાની લૂંટનો આરોપી ચોકીદાર બન્યો
Advertisement

VADODARA : સાવલી (VADODARA - SAVLI) ના લામડાંપુરા રોડ આવેલી કંપનીમાંથી જમ્મુ કાશ્મીર પોલીસ અને મંજુસર પોલીસે સંયુકત ઓપરેશન માં દોઢ વર્ષ થી જમ્મુ ની જમ્મુ એન્ડ કાશ્મીર સુરણ કોટ શહેરની બેંક લૂંટનો દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેને કાશ્મીર લઈ જવા પોલીસ રવાના થઈ છે.

છ માસથી લામડાપુરા ખાતે નોકરી કરતો

સાવલી લામડાપુરા રોડ પર આવેલ ગુજરાત વિક્ટરી ફોર્જીંગ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ ટુ માંથી સિક્યુરિટી તરીકે ફરજ બજાવનાર દાનિશ સગીર શાહ (રહે સુરણકોટ ડિસ્ટ્રિક્ટ પુંજ જમ્મુ કશ્મીર) આરોપીને ઝડપી પાડ્યો છે. જમ્મુ કાશ્મીર માં આવેલ સુરણકોટ શહેરમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંક માં દોઢ વર્ષ અગાઉ બેંક રોબરી કરીને ફરાર હતો. અને લામડા પુરા ખાતે ટાઈગર સિક્યુરિટી ફોર્સમાં છેલ્લા છ માસથી લામડાપુરા ખાતે નોકરી કરતો હતો.

Advertisement

સિક્યુરિટી જવાનના વેશમાં છુપાયો

જમ્મુ કાશ્મીર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ટ્રેસ કરીને મંજુસર પોલીસ સ્ટેશન સંપર્ક કરીને મંજુસર પોલીસ મથક નો સંપર્ક કર્યો હતો. મંજુસર પોલીસ ના જવાનો એમ એમ ગઢવી અને દિપક રાઠવા એ ટીમ બનાવીને કંપની પર વોચ ગોઠવી હતી. અને કાશ્મીર પોલીસ સહિત સંયુક્ત ઓપરેશનમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી બેંક રોબરી નો ફરાર આરોપી વિવિધ ઠેકાણે ફરતો હતો. અને છેલ્લા છ માસથી લાંમડાપૂરા ખાતે સિક્યુરિટી જવાન ના વેશમાં છુપાયો હતો.

Advertisement

આઇડેન્ટીફાઇ કરાય તેવી માંગ

મંજુસર પોલીસ મથકે જરૂરી કાગળ પર કાર્યવાહી કરી જમ્મુ પોલીસ આરોપીને લઈને રવાના થઈ છે જ્યારે ફરી એકવાર પરપ્રાંતીય યુવકો અને ઈસમો પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવવા માટે સાવલીની ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરી રહ્યા છે તેવામાં આ ખૂંખાર આરોપીઓ તાલુકા મથકમાં કોઈ ગુનાખોરીને અંજામ આપે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરીને આવા ઈસમોને આઇડેન્ટીફાઇ કરાય તેવી માંગ ઉઠી છે.

કડક હાથે કાર્યવાહી કરો

પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા મુજબ જે પણ ભાડુંઆતી હોય તેમના આધાર કાર્ડ સહિતની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે પરંતુ સાવલી તાલુકાના તમામ પોલીસ મથકોમાં આ પ્રકારની વિગતો આપવામાં મકાન માલિકો તેમજ ભાડે આપનાર ઈસમો ઠાગાઠૈયા કરે છે. આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : કાન કાપી લૂંટનો મુદ્દામાલ વેચાતા પહેલા પોલીસે દબોચ્યા

Tags :
Advertisement
×

Live Tv

.

×