VADODARA : 10 વર્ષથી ભાગતા આરોપીઓને દબોચી લેનાર જવાનો સન્માનિત
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે આદર્શ આચાર સંહિતા લાગુ હતી. દરમિયાન ન્યાયીક અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વડોદરા જિલ્લાના પોલીસ (VADODARA RURAL POLICE) જવાનો દ્વારા 10 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી પાર પાડી હતી. જે બદલ વડોદરાના રેન્જ આઇજી સંદિપ સિંગ (VADODARA RANGE IG SANDEEP SING - IPS) દ્વારા વડોદરા અને ભરૂચ જિલ્લાના 10 પોલીસ જવાનોનું સન્માન કર્યું છે.
માપદંપ પર ખરી ઉતરી
કોઇ પણ ચૂંટણી સમયે પોલીસ વિભાગની જવાબદારી વધી જતી હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે વિશેષ બંદોબસ્ત પર પણ ધ્યાન આપવું પડતું હોય છે. સાથે જ ચૂંટણી પ્રક્રિયા સમયે વિપરીત અસર પહોંચાડે તેવા તત્વો સામે કડક હાથે કામ લેવું પડતું હોય છે. વડોદરા જિલ્લા પોલીસ ઉપરોક્ત તમામ માપદંપ પર ખરી ઉતરી છે, તેમ કહેવું સહેજ પણ ખોટું નથી. અલબત્ત રાજ્યના ડીજીપી દ્વારા ચૂંટણી સમયે પોલીસની કામગીરી બિરદાવવામાં પણ આવી હતી. લોકસભાની ચૂંટણી ન્યાયીક અને મુક્ત વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય બની રહે, અને ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસર ન પહોંચે તે માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની પકડી પાડવા પોલીસે અસરકારક કામગીરી કરી છે.
પ્રશંસાપત્ર એનાયત
જે અંતર્ગત 10 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ - 3, ઉત્તરપ્રદેશ - 3, મહારાષ્ટ્ર - 3, હરીયાણા - 1, સુરત - 1, સુરત - 1, અને છોટાઉદેપુર - 1, મળીને 11 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ કામગીરી સફળ પાર પાડનારાઓ પૈકી વડોદરા ગ્રામ્ય પોલીસ - 1 અને ભરૂચ જિલ્લા પોલીસ - 9 જવાનોનો સમાવેશ થાય છે. તાજેતરમાં વડોદરાના રેન્જ આઇજી સંદિપ સિંગ દ્વારા 10 પોલીસ જવાનોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી છે. અને તમામને પ્રશંસાપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : જાંબાઝ સાયબર ક્રાઇમે વિતેલા વર્ષમાં 123 આરોપીઓ દબોચ્યા