Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, 1 નું મોત

VADODARA : વડોદરા (VADODARA) માં ગત સાંજ બાદ ભારે ગાજ-વીજ સાથે મેઘરાજા (VADODARA - HEAVY RAIN) એ એન્ટ્રી લીધી હતી. જેને લઇને છેલ્લા કેટલાય દિવસોથી ઉકળાટ ભર્યા વાતાવરણમાં જીવતા લોકોને રાહત થઇ હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં અનેક વિસ્તારોમાં...
vadodara   શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી  1 નું મોત

VADODARA : વડોદરા (VADODARA) માં ગત સાંજ બાદ ભારે ગાજ-વીજ સાથે મેઘરાજા (VADODARA - HEAVY RAIN) એ એન્ટ્રી લીધી હતી. જેને લઇને છેલ્લા કેટલાય દિવસોથી ઉકળાટ ભર્યા વાતાવરણમાં જીવતા લોકોને રાહત થઇ હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી લાઇટો ગુલ થવા પામી હતી. ગત સાંજથી રાત સુધી વરસેલા વરસાદમાં ઘર પાછળ આંટા મારા શખ્સનું વિજળી પડવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું પણ સામે આવવા પામ્યું છે.

Advertisement

લાઇટો ગુલ થવા પામી

આ વખતે વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો જૂનો રેકોર્ડ તુટીને નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. લોકોએ ક્યારે ન જોઇ હોય તેવી ગરમી અને તેની અસરોનો અનુભવ કર્યો છે. સરકારી હોસ્પિટલમાં અલાયદા હીટ સ્ટ્રોક વોર્ડની શરૂઆત કરવી પડી હતી. આ વચ્ચે છેલ્લા કેટલાય વખતથી ખાસ કરીને વડોદરામાં ઉકળાટ ભર્યું વાતાવરણ હતું. જેને લઇને લોકોને વરસાદના આગમનની વાટ હતી. ગત સાંજે ભારે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી લીધી હતી. ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદમાં અનેક વિસ્તારો તરબતર થયેલા જોવા મળ્યા હતા. અને અનેક વિસ્તારોમાં લાઇટો ગુલ થવા પામી હતી. જે વિજ પુરવઠો મોડી રાત સુધી દુરસ્ત કરી દેવામાં આવ્યો હતો. મોડી સાંજ બાદ ઠંડી પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

વિજળી પડતા મોત

ગાજવીજ સાથે વરસેલા વરસાદ વચ્ચે વિજળીના કડાકા-ભડાકા ડરાવે તેમ હતા. તેવામાં શહેરના અકોટા વિસ્તારમાં રહેતા શંકરભાઇ મારવાડી તેમના ઘર પાસે આવેલા મેદાનમાં બેસવા માટે ગયા હતા. જ્યાં તેમના પર વિજળી પડતા તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ તેમના મૃતદેહને વધુ કાર્યવાહી અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ તેમના પરિજને કરી હતી.

Advertisement

ગાય કરંટની ચપેટમાં

ભારે વરસાદ વચ્ચે વડોદરાના સોમા-તળાવ ઘાઘરેટીયા ગામ પાસે વિજ થાંભલામાં કરંટ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં નજીકથી પસાર થતી ગાય કરંટની ચપેટમાં આવતા તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જેને લઇને સ્થાનિકોમાં વિજ કંપની અને પાલિકા તંત્રની બેદરકારી સામે રોષ વ્યાપ્યો હતો. તો બીજી મેઘરાજાની એન્ટ્રી બાદથી અસંખ્ય પરિવારે વિજળી ગુલની સ્થિતીમાં સલવાયા હતા. જે મોડી રાત સુધીમાં દુરસ્ત કરી દેવામાં આવ્યો હતો.

પાણી ભરાઇ ગયું

પાલિકા દ્વારા પુરજોશમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ ગજરોત વરસાદ બાદ શહેરના દાંડીયા બજાર વિસ્તાર તરફ જવાના રસ્તે પાણી ભરાઇ ગયું હતું. પહેલા વરસાદમાં જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. જો પહેલા વરસાદમાં શહેરની આ સ્થિતી હોય, તો ચોમાસુ જામશે ત્યારની સ્થિતીનો અંદાજો લગાડવો જ મુશ્કેલ છે.

આ પણ વાંચો -- Bharuch: શહેરી વિસ્તારમાં વૃક્ષ ધસી પડતાં કાર અને રીક્ષા દબાઈ, ત્રણ લોકોના મોત

Tags :
Advertisement

.