Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 6 મહિના પહેલા બનાવેલા રોડની દશા તો જુઓ !

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે વરસાદ વરસતા જ વડોદરા સહિત અનેક શહેરોમાં રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગોરવામાં 6 મહિના પહેલા જ બનાવેલા રોડ પર ભૂવા પડતા સ્થાનિકોમાં...
vadodara   6 મહિના પહેલા બનાવેલા રોડની દશા તો જુઓ

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે વરસાદ વરસતા જ વડોદરા સહિત અનેક શહેરોમાં રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગોરવામાં 6 મહિના પહેલા જ બનાવેલા રોડ પર ભૂવા પડતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અને આ ભૂવાનું સત્વરે કામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સાથે જ કોન્ટ્રાક્ટર અને નેતાઓની મીલીભગત ખુલ્લી પડી ગઇ હોવાનું સ્થાનિક સામાજીક કાર્યકર ખુલીને જણાવી રહ્યા છે.

Advertisement

આશ્ચર્ય સર્જાયું

ચોમાસામાં વડોદરા શહેર ખાડોદરા હોય તેવું દેખાય છે. આ માટે જવાબદાર પાલિકા તંત્ર છે. રોડ બનાવવાની કામગીરી એવી કરવામાં આવે કે, ચોમાસામાં ભૂવા પડવાના શરૂ થઇ જાય છે. હાલ વરસાદ શરૂ થતાની સાથે શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. શહેરના ગોરવા મધુનગર વિસ્તાપરમાં તો 6 મહિના પહેલા બનાવવામાં આવેલા રોડ પર ભૂવા પડતા આશ્ચર્ય સર્જાયું છે.

Advertisement

ક્યાંયના નહી રાખે

સામાજીક કાર્યકર શબ્બીર ચૌહાણ જણાવે છે કે, આ રોડ મધુ નગર બ્રિજથી મધુ નગરને જોડે છે. 6 - 7 મહિના પહેલા આ રોડ પર ગટરની કામગીરી કરવામાં આવી હતી. તે બાદ જે તે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો હતો. ત્યારે એવું લાગે છે કે, આ રોડના કામમાં પોલંપોલ થયેલી છે. જો તેમ ન થયું હોત તો પહેલા જ વરસાદમાં ભૂવા પડી ગયા ન હોત. નેતાઓ અને અધિકારીઓની મીલીભગતથી વડોદરાને ખાડોદરા બનાવી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી અને સી આર પાટીલ આવેને કહેતા હોય કે વડોદરા કેમ પાઠળ રહી ગયું છે, તો વડોદરાના નેતાઓ અને અધિકારીઓના કારણે જ પાછળ રહી ગયું છે. પણ તેમને જો શરમ હોય તો હજી પણ જાગી જાય. આ પ્રજા જાગશે તો તેમને ક્યાંયના નહી રાખે. વહેલીતકે કામગીરી કરવામાં આવે. નહી તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મેયર-ચેરમેનના ફોટો વાળી કાર ભૂવામાં પાડી વિરોધ

Tags :
Advertisement

.