Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કોસ્મેટીક અને ડિસ્પોઝેબલ શોપમાંથી બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રીમાં શ્રીનાથજી માર્કેટમાં જુદી જુદી દુકાનોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કોસ્મેટીક અને ડિસ્પોઝેબલ શોપમાંથી બે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા...
vadodara   કોસ્મેટીક અને ડિસ્પોઝેબલ શોપમાંથી બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રીમાં શ્રીનાથજી માર્કેટમાં જુદી જુદી દુકાનોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કોસ્મેટીક અને ડિસ્પોઝેબલ શોપમાંથી બે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. સાથે જ બે દુકાનોના સંચાલકો સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ બંને સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

શ્રીનાથજી ઘડિયાળ સર્કલ પાસે રેડ

બાળકોને શ્રમિક બનતા અટકાવવા માટે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં શ્રીનાથજી ઘડિયાળ સર્કલ પાસેની જૂદી જૂદી દુકાનોમાં માલિકા દ્વારા નાના સગીર બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી છે. જેના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. રેડમાં ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટીક્સમાંથી 17 વર્ષિય બાળક અને શ્રી શક્તિનાથ પ્લાસ્ટીક એન્ડ ડિસ્પોઝેબલમાંથઈ 16 વર્ષિય બાળક કામ કરતા મળી આવ્યા હતા. દુકાન માલિકો દ્વારા બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ 2015 હેઠળ ગુનો નોંધાયો

જેથી એટીએચયુની ટીમ દ્વારા ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટીકના સંચાલક જયેશ નાનકરામ ચેતવાણી (રહે. એસ. કે. કોલોની, વારસીયા) અને શ્રી શાંતિનાથ પ્લાસ્ટીક એન્ડ ડિસ્પોઝેબલના સંચાલક આશિષ પવનકુમાર જૈન (રહે. મંગલદિપ સોસાયટી, વાસણા રોડ) વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ 2015 ની કલમ 79 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

કાયદેસરની કાર્યાવાહી હાથ ધરવામાં આવી

સાથે જ બંને દુકાનોએથી બાળ શ્રમિકોને મુક્ત કરાવીને તેમના સગા સંબંધીઓને સોંપી દેવામાં આવ્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાંન ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટીકના સંચાલક જયેશ નાનકરામ ચેતવાણી (રહે. એસ. કે. કોલોની, વારસીયા) અને શ્રી શાંતિનાથ પ્લાસ્ટીક એન્ડ ડિસ્પોઝેબલના સંચાલક આશિષ પવનકુમાર જૈન (રહે. મંગલદિપ સોસાયટી, વાસણા રોડ) ની ધરપકડ કરવામાં આવી છે. અને હાલ તેમની સામે વધુ કાયદેસરની કાર્યાવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો --  VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લા તંત્રને વધુ સક્ષમ બનાવતા માસ્ટર ટ્રેનર્સ

Advertisement

Tags :
Advertisement

.