Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ખુલ્લી કાંસ પશુ માટે આફતરૂપ બન્યું

VADODARA : વડોદરા (VADODARA) પાસે નંદેસરીમાં ખુલ્લી કાંસ પશુ માટે આફતરૂપ બની હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ખુલ્લી કાંસમાં આજે સવારે ગાય ખાબકી હતી. ગાય ખાબકતા તેણે બુમો પાડવાનું શરૂ કરી દીધું હતું. જેના...
vadodara   ખુલ્લી કાંસ પશુ માટે આફતરૂપ બન્યું

VADODARA : વડોદરા (VADODARA) પાસે નંદેસરીમાં ખુલ્લી કાંસ પશુ માટે આફતરૂપ બની હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ખુલ્લી કાંસમાં આજે સવારે ગાય ખાબકી હતી. ગાય ખાબકતા તેણે બુમો પાડવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે આસપાસના લોકોનું ધ્યાન કાંસમાં પડેલી ગાય પર પડ્યું હતું. આ અંગેની જાણ થતા જ લોકોએ ગાયને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આખરે ગાયને હાઇડ્રા મશીન મારફતે રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. આ ખુલ્લી કાંસોને સમયસર ઢાંકવામાં નહી આવે ત્યાં સુધી તેમાં કોઇ પણ ખાબકી શકે છે.

Advertisement

આજે સવારે ગાય ખાબકી

વડોદરામાં વરસાદી પાણીના નિકાલ અર્થે કાંસનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. પરંતુ શહેર તથા જિલ્લામાં કેટલીય જગ્યાઓ એવી છે, ત્યાં કાંસ ખુલ્લી હાલતમાં છે. અને અન્ય માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. તેવામાં આવી જ એક ઘટના વડોદરા પાસે આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં સામે આવવા પામી છે. નંદેસરીમાં આવેલી પાનોલી કેમિકલ્સ નામની કંપની પાસેની ખુલ્લી કાંસમાં આજે સવારે ગાય ખાબકી હતી. ગાય ખાબકતા તેણે બુમો પાડવાનું શરૂ કરી દીધું હતું. જેને લઇને આસપાસના લોકોનું ધ્યાન કાંસ તરફ ગયું હતું.

હાઇડ્રા વડે રેસ્ક્યૂ સફળ

બાદમાં કાંસ પાસે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ગાય અંદર ખાબકી હોવાથી તેને બહાર કાઢવા માટે કોઇ સામાન્ય ઉપાય કામ લાગે તેમ ન્હતું. જેથી નજીકની કંપનીમાંથી હાઇડ્રા મશીન મંગાવવામાં આવ્યું હતું. અને તેનો બેલ્ટ ગાયને બાંધીને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. આ તકે ફાયર બ્રિગેડના જવાનો પણ હાજર રહ્યા હતા. આખતે તમામની મહેનતે ખુલ્લી કાંસમાં ખાબકેલી ગાયને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. સ્થાનિકોના મતે જ્યાં સુધી ખુલ્લી કાંસ કોઇ પણ રીતે ઢાંકવામાં નહી આવે ત્યાં સુધી તેમાં કોઇ પણ ખાબકી શકે છે. આ ઘટના પરથી તંત્રએ બોધપાઠ લઇને યોગ્ય કામગીરી કરવી જોઇએ, તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : તાળાબંધી બાદ સ્ટ્રીટ લાઇટની ફરિયાદનો ઉકેલ આવ્યો

Advertisement
Tags :
Advertisement

.