Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આંગણવાડીમાં લાઇટ વગર બેસતા વિદ્યાર્થીઓ, પરિસરમાં ગંદકી

VADODARA : વડોદરા (VADODARA) ના નવાયાર્ડ વિસ્તારમાં હેલ્થ સેન્ટરમાં ચાલતી આંગણવાડીમાં છેલ્લા ત્રણ દિવસથી લાઇટ ન હોવાનું સ્થાનિક અગ્રણી જણાવી રહ્યા છે. આજે ચોથા દિવસે પણ સ્થિતી તેમની તેમ જ છે. સાથે જ આંગણવાડી પરિસરમાં પાણી ભરાઇ જવાની સાથે ગંદકીનું...
vadodara   આંગણવાડીમાં લાઇટ વગર બેસતા વિદ્યાર્થીઓ  પરિસરમાં ગંદકી

VADODARA : વડોદરા (VADODARA) ના નવાયાર્ડ વિસ્તારમાં હેલ્થ સેન્ટરમાં ચાલતી આંગણવાડીમાં છેલ્લા ત્રણ દિવસથી લાઇટ ન હોવાનું સ્થાનિક અગ્રણી જણાવી રહ્યા છે. આજે ચોથા દિવસે પણ સ્થિતી તેમની તેમ જ છે. સાથે જ આંગણવાડી પરિસરમાં પાણી ભરાઇ જવાની સાથે ગંદકીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આંગણવાડી નજીક વિજ કંપનીનું ડીપી અને થાંભલા આવેલા છે. જેમાં ક્યારેક કરંટ ઉતરતો હોવાનો આરોપ સ્થાનિક અગ્રણી લગાવી રહ્યા છે. તેમણે માંગ કરી કે આંગણવાડીમાં આવતા વિદ્યાર્થીઓના હિતમાં તુરંત અહીંયાની સમસ્યા દુર કરવામાં આવે. તંત્ર કોઇ દુર્ઘટના બને તે પહેલા જાગે તે જરૂરી છે.

Advertisement

વિજળી છે, પરંતુ લાઇટ બંધ

સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના નવાયાર્ડની આંગણવાડીમાં ભણતા બાળકો માટે લાઇટની પણ સુવિધા ઉપલબ્ધ નથી. જેનો સ્થાનિક અગ્રણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ તકે અગ્રણી નાઝીમ પઠાણ આરોપ મુકતા જણાવે છે કે, આ નવાયાર્ડનું હેલ્થ સેન્ટર છે. અહીંય આંગણવાડી પણ છે. અહીંયા ગંદકી અને મચ્છરો જોવા મળી રહ્યા છે. હું ગઇ કાલે આવ્યો ત્યારે લાઇટ બંધ હતી. વિજળી છે, પરંતુ લાઇટ બંધ જોવા મળી હતી. બાળકો અંધારામાં બેઠા હતા. ત્રણ પૈકી એક આંગળવાડીમાં લાઇટ આજે પણ નથી. અમે તેમને તે અંગે પુછ્યું તો કોઇ જવાબ આપ્યો ન્હતો. ગટરનું ઢાંકણા પાસે ગંદકી જોઇ શકાય છે. આ જગ્યાની સામે ઇલેક્ટ્રીક થાંભલા છે, તેમાં બધુ તુટેલું-ફુટેલું જોવા મળી રહ્યું છે. વરસાદમાં કરંટ આવવાની ઘટના પણ બને છે. બાળકોમાંથી કોઇ કરંટના સંપર્કમાં આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે, જો તેમ થાય તો જવાબદાર કોણ ! કોઇ દુર્ઘટના થશે પછી જ તંત્ર જાગશે ?

Advertisement

મેડમે કોઇ જવાબ આપ્યો નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, વરસાદમાં પાણી ભરાઇ જાય છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઇ જાય છે. આંગણવાડીમાં 100 જેટલા બાળકો ભણે છે. આજે ચોથો દિવસ છે. લાઇટ નથી. વિજળી છે. પરંતુ ટ્યુબલાઇટ ઉડી જવાના કારણે આ સ્થિતી સર્જાઇ છે. આજે પણ લાઇટન નથી નાંખવામાં આવી. અંધારામાં બેસીને બાળકો શું ભણશે ? કોઇ ઝેરી સરિસૃપ બાળકો સુધી પહોંચે અને કરડે તો અંધારામાં તે અંગે કોઇ ખ્યાન ન રહે. મેડમે કોઇ જવાબ આપ્યો નથી. પહેલા બાળકોને કરંટથી બચાવવા માટે ઇલેક્ટ્રીક થાંભલા દુરસ્ત કરવા જોઇએ. સ્વચ્છતા સાથે લાઇટ ચાલુ થવી જોઇએ તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો -- VADODARA : નર્મદા ભવનમાં આવેલા અરજદારો માંડ બચ્યા

Advertisement

Tags :
Advertisement

.