Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લાલબાગ રેલવે ઓવર બ્રિજ તબક્કાવાર બંધ રહેશે

VADODARA : લાલબાગ રેલવે ઓવર બ્રિજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે. જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ ઉપરથી અવર-જવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના તેમજ શહેરીજનોને અગવડતા...
vadodara   લાલબાગ રેલવે ઓવર બ્રિજ તબક્કાવાર બંધ રહેશે

VADODARA : લાલબાગ રેલવે ઓવર બ્રિજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે. જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ ઉપરથી અવર-જવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના તેમજ શહેરીજનોને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનરે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

Advertisement

વૈકલ્પિક વ્યવસ્થા જાહેર

જાહેરનામા અંતર્ગત તા. ૨૩/૦૫/૨૦૨૪ થી તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવર બ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.

ભારદારી વાહનો અને એસ. ટી. બસો માટે પ્રતિબંધિત

જે અતંર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવર-જવર કરતા તેમજ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ, મોતીબાગ તોપ અવર-જવર કરતા ફોર વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ટુ-વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સુશેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવર-જવરનો રસ્તો ભારદારી વાહનો અને એસ. ટી. બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.

Advertisement

પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું

અત્રે નોંધનીય છે કે, અગાઉ શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા બ્રિજ પર રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને ઓવર બ્રિજને તબક્કાવાર રીતે બંધ કરવાની ફરજ પડી હતી. આ બ્રિજની કામગીરી સમયે ટ્રાફિક જામની સ્થિતી ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ચોમાસા પહેલા ઓવર બ્રિજના રીસર્ફેસીંગની કામગીરી હાથ પર લેવામાં આવતા આવનાર સમયમાં લોકોને રાહત રહેશે.

આ પણ વાંચો -- VADODARA : પદાધિકારીઓ બાદ હવે ધારાસભ્યનું “એકલા ચાલો રે”

Advertisement

Tags :
Advertisement

.