Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ પાસે બબાલ, દહેશતનો વિડીયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) ના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી કેક શોપ સામે ગતરાત્રે બબાલ થઇ હતી. મામલે ઉગ્ર બનતા એક યુવકે પોતાના હાથમાં પથ્થર લઇને દહેશત ફેલાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL) માં ભારે વાયરલ થવા...
vadodara   મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ પાસે બબાલ  દહેશતનો વિડીયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) ના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી કેક શોપ સામે ગતરાત્રે બબાલ થઇ હતી. મામલે ઉગ્ર બનતા એક યુવકે પોતાના હાથમાં પથ્થર લઇને દહેશત ફેલાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL) માં ભારે વાયરલ થવા પામ્યો છે. આ ઘટનામાં પાંચ શખ્સો નશાની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

નવાપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે પીસીઆર ઇન્ચાર્જ અને ડ્રાઇવર ફરજ પર હતા. દરમિયાન કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી કે, ખંડેરાવ માર્કેટ પાસે આવેલી કેક શોપ પાસે કેટલાક ઇસમો દ્વારા ઝઘડો કરવામાં આવી રહ્યો છે. જે બાદ પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ નજીકથી સિદ્ધનાથ તળાવ પાસે એક રીક્ષા વાંકીચુકી ચલાવવામાં આવતી હોવાનું જોવા મળ્યુ હતું. પોલીસે તેને રોકીને એક પછી એક લોકોના નામ પુછ્યા હતા.

Advertisement

સંતુલન જાળવી શકે તેવી સ્થિતીમાં પણ ન્હતા

ચાલકે પોતાનું નામ યશકુમાર રાજેશકુમાર મિસ્ત્રી (રહે. વચલી પોળ, વડોદરા) અન્યએ પોતાના નમા, ધ્રુવ સંજયભાઇ શિંદે (રહે. સોની પોળ, વડોદરા), જીગર રાજેશભાઇ મિસ્ત્રી (રહે. વચલી પોળ, વડોદરા), મયુર જગદીશભાઇ સોની (રહે. રામ નગર, તરસાલી) અને ભૌમિક તુષારભાઇ પારેખ (રહે. વાડી પ્રેમાનંદ કવીની પોળ, વડોદરા) જણાવ્યું હતું. તમામ નશાની હાલતમાં હતા. અને પોતાનું સંતુલન જાળવી શકે તેવી સ્થિતીમાં પણ ન્હતા.

યુવકના હાથમાં પથ્થર

આ લોકોની બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. જેમાં એક યુવક દ્વારા અન્ય પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં યુવકના હાથમાં પથ્થર પણ જોવા મળે છે. જો કે, આ ઘટના સમયે રાહદારીઓ એકત્ર થઇ જતા કોઇને મોટી ઇજા પહોંચતા અટકાવી શકાય છે. નવા પુરા પોલીસ દ્વારા ઉપરોક્ત તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સગીર બાઇક ચાલક દ્વારા અકસ્માતમાં મોડે મોડે તપાસનો સળવળાટ

Tags :
Advertisement

.