Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હરણી બોટકાંડ મામલે નવી લડત શરૂ થવાના એંધાણ

VADODARA : વડોદરામાં જાન્યુઆરી માસમાં હરણી બોટકાંડ (VADODARA HARNI BOAT ACCIDENT) સર્જાયો હતો. તેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં 19 લોકોની તબક્કાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પ્રથમ હાઇકોર્ટે 4 મહિલાઓ અને ત્યાર બાદ નીચલી કોર્ટે...
vadodara   હરણી બોટકાંડ મામલે નવી લડત શરૂ થવાના એંધાણ

VADODARA : વડોદરામાં જાન્યુઆરી માસમાં હરણી બોટકાંડ (VADODARA HARNI BOAT ACCIDENT) સર્જાયો હતો. તેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં 19 લોકોની તબક્કાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પ્રથમ હાઇકોર્ટે 4 મહિલાઓ અને ત્યાર બાદ નીચલી કોર્ટે 10 આરોપીઓને જામીન મળ્યા છે. જે બાદ મારૂ વડોદરા બચાવ સમિતીના નેજા હેઠલ નવી લડત શરૂ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. અગ્રણી જણાવે છે કે, સોમવારે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે.

Advertisement

અમને ન્યાય તંત્ર પર પુરેપુરો ભરોષો છે

વડોદરાના હરણી બોટકાંડ મામલે નવી લડત શરૂ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. આ વાતને લઇને એકત્ર થયેલા લોકો પૈકી અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ જણાવે છે કે, આજે એકત્ર થવાનું કારણ સમગ્ર વડોદરા શહેરની 18 જાન્યુઆરીની ઘટના ઘટીત થઇ, જેમાં ગુજરાતના લોકો હચમચી ગયા હતા. તે એક બલી લેવામાં આવી હતી. તેમાં ભોગબનનાર પરિવારના વાલીઓ તરફે સહાનુભૂતિ સાથેની લડાઇ હતી. તેમાં જે જામીન મળ્યા છે, તે ચિંતાજનક વિષય બન્યો છે, નીચલી કોર્ટે જામીન આપ્યા છે, હાઇકોર્ટે આપ્યા નથી. અમને ન્યાય તંત્ર પર પુરેપુરો ભરોષો છે. હજી તો ચાર્જશીટ રજુ થઇ છે. કેસ ચાલ્યો નથી. આવતીકાલ-પમરદિવસે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવશે. જેમાં સમગ્ર વડોદરા નહિ ગુજરાત હચમચી જશે.

શહેર સાથે વિશ્વાસઘાત થયો છે

વધુમાં તેઓ જણાવે છે કે, અહિંયા સત્તાપક્ષ અને વિરોધપક્ષમાં બંને બીલાડીઓએ મલાઇ ખાધી છે, અને દુધ રહેવા દીધું છે. જામીન ચૂંટણી પછી મંજૂર થયા, તો તમારે જ્યારે સુનવણી બાકી હતી, તો પહેલા જામીન કેમ ન આપ્યા, આ પ્રકારની અનેક શંકા લોકોના મનમાં છે. જે દુર થઇ છે, આ કાગનું બેસવું અને ડાળનું પડવું જેવી સ્થિતી છે. ન્યાય તંત્ર મક્કમ છે. જે અર્બન સમિતની તપાસ સોંપવામાં આવી છે, આ મામલે જે મુખ્ય મગરો ફરે છે, તેને આવરી લેવાનું કામ છે. પોલીસની કામગીરી પ્રશંસનીય છે. વડોદરા શહેર સાથે જે વિશ્વાસઘાત થયો છે, જે છેતરપીંડી થઇ છે, તે મુખ્ય મગર બહાર ફરે છે, તેને અંદર લેવા માટે મારૂ વડોદરા બચાવ સમિતીએ તખ્તો તૈયાર કર્યો છે. સોમવારે ફરિયાદ દાખલ થઇ જશે.

Advertisement

અમારા તો બાળકો જતા રહ્યા

ભોગબનનારના સ્વજન અલ્તાફ મન્સુરી જણાવે છે કે, જામીન કેવી રીતે મળ્યા તેને લઇને અમે વકીલને મળ્યા, તેમણે અમને બધા રેકોર્ડ બતાવ્યા. અમારા તો બાળકો જતા રહ્યા છે, બીજા કોઇના ના જાય તે માટે સહકાર આપજો. ન્યાય પાલિકા પર અમને ભરોષો છે. અમને તમામ જાણકારી મળતા જ અમે વિરોધ મુલતવી રાખ્યો છે. સોમવારે વધુ કાર્યવાહી કરવામાં આનવાર છે.

આ પણ વાંચો -- VADODARA : બે વર્ષ પહેલાની અદાવતે યુવકને ઢીબી નાંખ્યો

Advertisement

Tags :
Advertisement

.