Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : હરણી હત્યાકાંડ! બોટમાં સવાર માસૂમ વિદ્યાર્થીએ વર્ણવી આપવીતી, જાણો શું કહ્યું?

વડોદરાના (Vadodara) હરણી તળાવ (Harani Lake) ખાતે આજે ગોઝારી ઘટના બની છે. મોરબી દુર્ઘટનાનું (Morbi) પુનરાવર્તન થયું હોય તેમ લાગી રહ્યું છે. ફરી એકવાર વધુ રૂપિયા કમાવવાની લાલચે માસૂમો અને નિર્દોષોનો ભોગ લેવામાં આવ્યો છે. વાઘોડિયા રોડ (Vadodara) ખાતે આવેલ...
vadodara   હરણી હત્યાકાંડ  બોટમાં સવાર માસૂમ વિદ્યાર્થીએ વર્ણવી આપવીતી  જાણો શું કહ્યું
Advertisement

વડોદરાના (Vadodara) હરણી તળાવ (Harani Lake) ખાતે આજે ગોઝારી ઘટના બની છે. મોરબી દુર્ઘટનાનું (Morbi) પુનરાવર્તન થયું હોય તેમ લાગી રહ્યું છે. ફરી એકવાર વધુ રૂપિયા કમાવવાની લાલચે માસૂમો અને નિર્દોષોનો ભોગ લેવામાં આવ્યો છે. વાઘોડિયા રોડ (Vadodara) ખાતે આવેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલના 23 વિદ્યાર્થીઓ સહિત 4 શિક્ષકો પિકનિક દરમિયાન હરણી તળાવ ખાતે બોટિંગ કરવા આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓથી ભરેલી બોટ તળાવમાં પલટી મારી હતી. આ હચમચાવે એવી ઘટનામાં અત્યાર સુધી 10 માસૂમ વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત કુલ 12 ના મોતના સમાચાર છે. ત્યારે બોટમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ પોતાની આપવીતી વર્ણવી છે.

'અમને કોઈ લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા '

બોટમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, બોટિંગ દરમિયાન બોટ પલટી હતી અને અમે પાણીમાં પડી ગયા હતા. જો કે, હું અને મારો મિત્ર બોટ પકડીને ઉપર આવી ગયા હતા અને પાઇપ પકડીને ઉપર ચઢી ગયા હતા. વિદ્યાર્થીએ જણાવ્યું કે, બોટમાં 30 બાળકો અને 3 શિક્ષકો બોટમાં સવાર હતા. જ્યારે વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે, બોટિંગ દરમિયાન તેમને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. ત્યારે તેણે કહ્યું કે, અમને કોઈ લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા.

Advertisement

CM અને ગૃહરાજ્યમંત્રીએ દાખવી સંવેદના

Advertisement

વડોદરાની (Vadodara) આ હૈયા દ્રાવક ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. ત્યારે હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. માહિતી મુજબ, મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા માટે નીકળી ચૂક્યા છે. આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટ્વીટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી હતી. જ્યારે હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ દુર્ઘટના ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના, ઇજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના.

આ પણ વાંચો - Vadodara : હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી, 9 માસૂમના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

Tags :
Advertisement

.

×