Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બેદરકાર બે ગેમઝોનના સંચાલક-મેનેજર સામે નોંધાઇ ફરિયાદ

VADODARA : રાજકોટ ગેમઝોન દુર્ઘટના (RAJKOT GAMEZONE ACCIDENT) બાદ વડોદરામાં પાલિકા તંત્ર (VADODARA - VMC) દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક ગેમઝોન સંચાલકો દ્વારા કોઇ પરવાનગી લીધી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તેમના પર પોલીસ ફરિયાદ...
vadodara   બેદરકાર બે ગેમઝોનના સંચાલક મેનેજર સામે નોંધાઇ ફરિયાદ

VADODARA : રાજકોટ ગેમઝોન દુર્ઘટના (RAJKOT GAMEZONE ACCIDENT) બાદ વડોદરામાં પાલિકા તંત્ર (VADODARA - VMC) દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક ગેમઝોન સંચાલકો દ્વારા કોઇ પરવાનગી લીધી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તેમના પર પોલીસ ફરિયાદ દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે સિલસિલો આજદિન સુધી જારી છે. આજરોજ શહેરના બે અલગ અલગ ગેમઝોનના માલિક-સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને પગલે સરકારી નિયમોને નેવે મુકીને ગેમઝોન ચલાવતા લોકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Advertisement

સીલ કરી દેવામાં આવ્યા હતા

રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ વડોદરાનું તંત્ર સફાળું જાગ્યું હતું. અને અલગ અલગ ગેમઝોન સહિતની જગ્યાઓ પર જ્યાં લોકોની મોટી સંખ્યામાં અવર-જવર હોય ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક સ્થળે ખામી મળી આવી હતી. જે બાદ કેટલાય કોમ્પલેક્ષ, હોસ્પિટલને સીલ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ જરૂરી પરવાનગી વગર લોકોની જીંદગી જોખમાય તે રીતે અથવા અન્ય કોઇ વ્યક્તિઓની સલામતી જોખમમાં મુકાય તેવી રીતે નિષ્કાળજી રાખનારા ગેમઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદનો સિલસિલો શરૂ થયો હતો. જે આજદિન સુધી જારી છે.

કુલ ચાર સામે ફરિયાદ

આજરોજ શહેરના ગોત્રી પોલીસ મથકમાં લીટલ રાઇડર્સના સંચાલક સંગીત વિકેન્દ્રસિંગ રાજપૂત (રહે. અમરદીપ કોમ્પલેક્ષ, ગોત્રી), અને માલિક રોહીણી જયંતિભાઇ બ્રહ્મભટ્ટ (રહે. આર્ય રેસીડેન્સી, સમા) તથા ફોરાઇસ એન્ટરપ્રાઇઝ પ્લે પાર્કના માલિક મનન ભરતકુમાર પરીખ (રહે. વિજય નગર સોસાયટી, હરણી) તથા મેનેજર રાહુલ બીરજુ યાદવ (રહે. કુંભાર ફળિયુ, વાસણા ગામ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે કાર ફરી વળતા ફૂટપાથ પર રહેતા શખ્સનું મોત

Advertisement
Tags :
Advertisement

.