VADODARA : ફાયર વિભાગની તપાસ પાદરા પહોંચી, 4 એકમો સીલ
VADODARA : રાજકોટ ગેમ ઝોન દુર્ધટના (RAJKOT GAME ZONE ACCIDENT) બાદથી સફાળુ જાગેલુ વડોદરા પાલિકા
(VADODARA - VMC) ના ફાયર વિભાગ દ્વારા આજદિન સુધી કામગીરી ચાલુ છે. વડોદરાના ફાયર વિભાગની કામગીરી હવે પાદરામાં પહોંચી છે. વિતેલા 24 કલાકમાં પાદરામાં લોકો માટે ફાયર સેફ્ટીને લઇને બેદરકાર 4 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. તો એક એકમને નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. 12, જુનના રોજ એકમોને નોટીસ પાઠવવામાં આવી હતી. છતાં કોઇ જવાબ કે કાર્યવાહી કરવામાં નહી આવતા આખરે તંત્રએ સીલ મારવા સુધીની કામગીરી હાથ ધરી છે. વડોદરામાં સઘન કામગીરી બાદ હવે તપાસ પાદરા પહોંચતા લોકોની સુરક્ષાને લઇને બેદરકારોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.
24 કલાકમાં 5 એકમો સામે કાર્યવાહી
રાજકોટની દુર્ઘટના બાદથી વડોદરા પાલિકાના ફાયર તથા અન્ય વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગની તપાસ આજે પણ ચાલુ છે. વડોદરામાં લોકોની સુરક્ષાને લઇને બેજવાબદાર એકમો સામે સઘન કામગીરી બાદ હવે ટીમ દ્વારા પાદરામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં વિતેલા 24 કલાકમાં 5 એકમો સામે કાર્યવાહી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેવાનું સુત્રો જણાવી રહ્યા છે. ફાયર વિભાગની કાર્યવાહીને પગલે લોકોની સુરક્ષાને લઇ બેદરકાર એકમોના સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
નોટીસ પાઠવવામાં આવી
ગતરોજ વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા વલ્લભ રેસ્ટોરન્ટ - ગ્રામ્ય લક્ષ્મી કોમ્પલેક્ષ, જલારામ ખીચડી - વિશ્રાંતી હાઈટ, હોટલ વૃંદા ગેસ્ટ હાઉસ - સંતરામ કોમ્પલેક્ષ, તથા ગ્રાન્ડ ગેસ્ટ હાઉસ - વિશ્રાંતી હાઈટને સીલ કરી દેવામાં આવી છે. અને સ્વસ્તિક ઈન્ફોટેક - ગ્રામ્ય લક્ષ્મી કોમ્પલેક્ષને નોટીસ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો -- Vadodara : હરણી લેકઝોન દુર્ઘટનામાં મળ્યા મહત્વના સમાચાર….