Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ફી રેગ્યુલેશન એક્ટને "શ્રદ્ધાંજલિ", શાળા સંચાલકોની મનમાની સામે રોષ

VADODARA : વડોદરાના વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશન (VADODARA PARENTS ASSOCIATION) દ્વારા આજે સરકારના ફી રેગ્યુલેશન એક્ટને (FEES REGULATION ACT) શ્રદ્ધાંજલિ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વડોદરામાં એફઆરસી (FRC) કમિટીમાં ત્રણ સભ્યોની નિમણુંક બાકી છે. જેને લઇને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી....
vadodara   ફી રેગ્યુલેશન એક્ટને  શ્રદ્ધાંજલિ   શાળા સંચાલકોની મનમાની સામે રોષ

VADODARA : વડોદરાના વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશન (VADODARA PARENTS ASSOCIATION) દ્વારા આજે સરકારના ફી રેગ્યુલેશન એક્ટને (FEES REGULATION ACT) શ્રદ્ધાંજલિ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વડોદરામાં એફઆરસી (FRC) કમિટીમાં ત્રણ સભ્યોની નિમણુંક બાકી છે. જેને લઇને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. વીપીએના અગ્રણી જણાવે છે કે, શાળા સંચાલકો મનમાની કરી રહ્યા છે. જેને લઇને વાલીઓની મુશ્કેલી વધી છે. આ સમયે સરકારે વાલીઓના વ્હારે આવવાની જરૂરત છે.

Advertisement

કોઇ પણ કાયદો-કાનુન, સરકાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી ઉપર ન હોઇ શકે

સમગ્ર વિરોધને લઇને VPA ના અગ્રણી કિશોર પિલ્લાઇ જણાવે છે કે, ગુજરાત સેલ્ફ ફાઇનાન્સલ સ્કુલ, રેગ્યુલેશન ઓફ સ્કુલ ફી એક્ટ - 2017 ને શાળાઓની ફી ઘટાડવા માટે લાવવામાં આવ્યો હતો. તેને સરકારે ધીમુ ઝેર આપીને મારી નાંખ્યો છે. આજે એક્ટનું મૃત્યુ થયું છે. એક્ટ માત્ર કાગળ પર છે. આજે અમે કલેક્ટરને મેમોરેન્ડમ આપ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇ પણ કાયદો-કાનુન, સરકાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી ઉપર ન હોઇ શકે. આજે કલેક્ટર ઓફિસમાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આપ્યો છે. જે શિક્ષણ મંત્રી સુધી પહોંચશે. જેમાં કોર્ટે લખ્યું છે કે, એફઆરસીના લેટેસ્ટ ઓર્ડરથી એક રૂપિયો વધારે ન લઇ શકાય. તેની સામે વડોદરાની એફઆરસી કમિટીમાં ત્રણ સભ્યોની જગ્યા ભરવાની બાકી છે. તેમની કોરમ નથી થઇ રહી. જેથી તેમની બેઠક નથી થઇ રહી. શાળાઓની ફી જાહેર નથી કરાઇ રહી.

એફઆરસીના અભાવે શાળાઓ મનફાવે તેમ ફી જાહેર કરવામાં આવી રહી છે

વધુમાં કિશોર પિલ્લાઇ જણાવે છે કે, કોરમના અભાવે અટકેલી જાહેરાતને લઇને શિક્ષણ મંત્રીને અગાઉ રજૂઆત કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું. આ વાતને ત્રણ મહિના થયા, ફોન પર તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીની ઓફિસમાં ફાઇલ પેન્ડીંગ છે. કામ થઇ જશે. વાલીઓને તકલીફ નહિ પડવા દઇએ. આજે એફઆરસીના અભાવે શાળાઓ મનફાવે તેમ ફી જાહેર કરવામાં આવી રહી છે. જે એફઆરસી કરતા ત્રણ ઘણી વધુ ફી છે. આ મામલે અમે મેદાને આવીશું. અને જિલ્લા સ્તર પર શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આજે ફી રેગ્યુલેશન એક્ટ અને કમિટીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ચૂંટણીમાં લોકોએ વિચારવાનું છે, અમારો કોઇ રાજકીય એજન્ડા નથી. હું તમામ પાસે આગ્રહ રાખું છું કે, વાલીઓ શિક્ષણને ધ્યાને રાખીને વોટ કરશે. આ વાતને ધ્યાને રાખીને બંને પક્ષે તૈયારીઓ કરવી જોઇએ.

Advertisement

યુનિફોર્મ અને બુટ-ચપ્પલ તથા એક્ટીવીટીના નામે ફી ના ઉઘરાણા

મહિલા અગ્રણી જણાવે છે કે, એફઆરસીની ત્રણ જગ્યા ખાલી છે. ગાંધીનગર રજૂઆત કર્યા બાદ પણ કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તંત્રને બાળકોની નથી પડી. વેકેશન બાદ શાળાઓ ખુલી જશે. શાળાઓમાં ફી વધારાને લઇ વાલીઓ પરેશાન છે. બાળકો અને વાલીઓના હિતમાં રજૂઆત કરવામાં આવી છે. યુનિફોર્મ અને બુટ-ચપ્પલ તથા એક્ટીવીટીના નામે ફી ના ઉઘરાણા કરાવવામાં આવે છે. તેની રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો --  VADODARA : સ્પોર્ટસ બાઇકના હપ્તા કાઢવા ATM માંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ

Advertisement

Tags :
Advertisement

.