બાંગ્લાદેશ ક્રિકેટમાં માતમ, એક જ દિવસમાં બે ખેલાડીઓનું થયું નિધન
બાંગ્લાદેશ ક્રિકેટ માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેના કારણે ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટે એક જ દિવસમાં તેના બે ખેલાડીઓ ગુમાવ્યા છે. બાંગ્લાદેશ માટે પ્રથમ ODI રમનાર ટીમના સભ્ય સમીઉર રહેમાન અને ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર મુશર્રફ હુસૈનનું અવસાન થયું. બાંગ્લાદેશના ભૂતપૂર્વ લેફ્ટ હેન્ડ સ્પિનર મુશર્રફ હુસૈનનું ઢાકામાં 40 વર્ષની વયે અવસાન થયુàª
બાંગ્લાદેશ ક્રિકેટ માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેના કારણે ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટે એક જ દિવસમાં તેના બે ખેલાડીઓ ગુમાવ્યા છે. બાંગ્લાદેશ માટે પ્રથમ ODI રમનાર ટીમના સભ્ય સમીઉર રહેમાન અને ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર મુશર્રફ હુસૈનનું અવસાન થયું.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ લેફ્ટ હેન્ડ સ્પિનર મુશર્રફ હુસૈનનું ઢાકામાં 40 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેઓ બ્રેન કેન્સરથી પીડિત હતા. માર્ચ 2019માં તેમને કેન્સર હોવાની ખબર પડી હતી. સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ નવેમ્બર 2020માં ટ્યૂમર ફરી આવ્યું હતું. મુશર્રફ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં હતા પરંતુ હાલમાં જ કીમોથેરાપી કરાવીને ઘરે ગયા હતા. બીજી તરફ, સમીઉરને પણ બ્રેન ટ્યૂમર હોવાની ખબર પડી હતી. મુશર્રફનું 40 વર્ષની વયે અવસાન થયું અને સમીઉરે 68 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું છે.
Advertisement
એક જ દિવસમાં બે ખેલાડીઓનું મોત બાંગ્લાદેશ ક્રિકેટ માટે કોઈ મોટા આંચકાથી ઓછું નથી. બાંગ્લાદેશની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ ચેમ્પિયનશિપની મેચ યોજાય તે પહેલા બંને ભૂતપૂર્વ દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
ડોમેસ્ટિક ક્રિકેટમાં આવું હતું પ્રદર્શન
મુશર્રફે 2001-02ની સીઝનમાં ફર્સ્ટ-ક્લાસમાં પ્રવેશ કર્યો હતો જ્યારે તેઓ ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતા. તે સ્થાનિક દિગ્ગજ બન્યા અને નેશનલ ક્રિકેટ લીગ અને ઢાકા પ્રીમિયર લીગ જેવી લીગમાં વધુ વિકેટો સાથે ટોચના 5 બોલરોની યાદીમાં સ્થાન મેળવ્યું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુશર્રફે 112 મેચમાં 3305 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી સામેલ છે. આ સાથે જ 392 વિકેટ પણ લીધી હતી. આ સિવાય લિસ્ટ A ક્રિકેટમાં તેમણે 104 મેચમાં 120 વિકેટ અને 56 T20 મેચમાં 60 વિકેટ ઝડપી છે. મુશર્રફનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભલે બહુ આગળ વધ્યું ન હોય, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે.
સમીઉરે એમ્પાયર તરીકે પણ કામ કર્યું
પોતાની ટૂંકી બે મેચની ODI કારકિર્દીમાં, સમીઉર વિકેટ લઈ શક્યા ન હોતા, તેમ છતાં તેમને બાંગ્લાદેશની પ્રથમ ODI ટીમનો અભિન્ન ભાગ માનવામાં આવે છે, જે શ્રીલંકાના મોરાતુવા ખાતે 1986 એશિયા કપમાં પાકિસ્તાન સામે રમી હતી. તેમના ટૂંકા કાર્યકાળ પછી, એક ખેલાડી, સમીઉરે એમ્પાયર તરીકે પણ કામ કર્યું.