Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપના પૂર્વ કોર્પોરેટરે લખવું પડ્યું, "શરમ આવવી જોઇએ"

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ સરદાર ભુવન (SARDAR BHAVAN KHANCHO) ના ખાંચામાં પાલિકાની ટીમે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. ગતરોજ 100...
vadodara   ભાજપના પૂર્વ કોર્પોરેટરે લખવું પડ્યું   શરમ આવવી જોઇએ

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ સરદાર ભુવન (SARDAR BHAVAN KHANCHO) ના ખાંચામાં પાલિકાની ટીમે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. ગતરોજ 100 જેટલા ઓટલા-દાદરાના દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. ત્યારે શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરે (BJP EX. CORPORATOR) આ ઘટનાને ઉદ્દેશીને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, શરમ આવવી જોઇએ.

Advertisement

વૃદ્ધનું મોત નિપજ્યું

વડોદરા સહિત રાજ્યભરમાં પાર્કિંગની સમસ્યા માથાના દુખાવા સમાન ઉભરી રહી છે. પાર્કિંગ બાબતે માથાકુટ કોઇ નવી વાત નથી. તાજેતરમાં વડોદરાના સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં વૃદ્ધ પર હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં અંતિમ ક્રિયામાં ભાગ લઇ રહેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પાલિકાનું તંત્ર જાગ્યું હતું. અને સ્થળ મુલાકાત લઇને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગતરોજ પાલિકાની ટીમ દ્વારા માર્કિંગ કરીને 100 જેટલા દાદરા અને ઓટલાના દબાણો પર સફાયો બોલાવી દેવામાં આવ્યો હતો.

Advertisement

ઓટલા તોડી જવાબદારીઓ નિભાવી

ત્યાર બાદ ગત સાંજે BJP પૂર્વ કોર્પોરેટર વિજય વી. પવાર (VIJAY V. PAWAR) દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, શરમ આવવી જોઇએ. એક નિર્દોષનું અપમૃત્યુ પછી જાગેલી પાલિકા સરદાર ભુવનના ખાંચામાં ઓટલા તોડી જવાબદારીઓ નિભાવી હવે જાણે નવાબજાર માં દુર્ઘટનાની જાણે રાહ જોઇ રહી હોય તેમ લાગે છે. સાથે જ નવાબજારની સ્થિતીનો ફોટો પણ મુકવામાં આવ્યો છે.

Advertisement

પાર્કિંગ માટે શું વ્યવસ્થા થઇ ?

તે બાદ આજે સવારે વિજય વી. પવારની વધુ એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવવા પામી છે, જેમાં તેઓ જણાવે છે કે, પાર્કિંગની કોઇ પણ વ્યાવસ્થા કરી ન શક્યા, ઓટલા તોડી શું ફાયદો, રેસીડન્ટ પરમીશન મેળવી કોમર્શિયલ બાંધકામ કરનારાના સીલ કેવી રીતે ખુલ્યા, પાર્કિંગ માટે શું વ્યવસ્થા થઇ ? ગેરકાયદેસર બાંધકામ અટકાવવાની જવાબદારીઓ મહાનગર પાલિકાની છે, પ્રજાહિતમાં કામ થઇ શકે છે. ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે ?

લોકલાગણી પ્રવર્તી

પુર્વ કોર્પોરેટરની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી જાણવેા મળે છે કે, સરદાર ભુવનના ખાંચા જેવી દબાણની સ્થિતી અન્યત્રે પણ છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા માત્ર સરદાર ભુવનના ખાંચામાં જ કાર્યવાહી કરીને સંતોષ માણવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. તે જ પ્રકારની સ્થિતી અન્યત્રે પણ હોય તો, તેવા કિસ્સામાં કોઇ દુર્ઘટના બને તે પહેલા જ કાર્યવાહી હાથ ધરી દેવી જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. જેને પૂર્વ કોર્પોરેટરે વાચા આપી હોય તેમ જણાઇ આવે છે.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ ભવન પહોંચેલા યુવકે કહ્યું, “મમ્મી હેરાન કરે છે, હવે હદ….”

Tags :
Advertisement

.