સુરતના રાંદેરમાં ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી તેજ કરાઇ, 18 જેટલા ઝૂંપડાઓનું ડિમોલિશન કરાયું
સુરત મહાનરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ છે, સુરત શહેરના તમામ ઝોનમાં ટીપી રસ્તા ખુલ્લા કરવાની અને રસ્તાને નડતરરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે.ત્યારે રાંદેર ઝોનમાં મોરાભાગળ ખાતે મચ્છી માર્કેટ અને ૧૦ થી ૧૮ જેટલા ઝુંપડાઓનું ડિમોલીશન હાથ ધરાયું હતું. પહેલા લિંબાયતમાં દબાણ હટાવાયા હવે રાંદેરમાં રસ્તા પર થતા દબાણને કારણે ટ્રાફિક જામની સમસ્યાની ફરિયાદો ઉઠતા મà
Advertisement
સુરત મહાનરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરાઈ છે, સુરત શહેરના તમામ ઝોનમાં ટીપી રસ્તા ખુલ્લા કરવાની અને રસ્તાને નડતરરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે.ત્યારે રાંદેર ઝોનમાં મોરાભાગળ ખાતે મચ્છી માર્કેટ અને ૧૦ થી ૧૮ જેટલા ઝુંપડાઓનું ડિમોલીશન હાથ ધરાયું હતું.
પહેલા લિંબાયતમાં દબાણ હટાવાયા હવે રાંદેરમાં
રસ્તા પર થતા દબાણને કારણે ટ્રાફિક જામની સમસ્યાની ફરિયાદો ઉઠતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી,મનપા દ્વારા રસ્તા પરના દબાણ અને ગેરકાયદેસર મિલ્કતોને દૂર કરવા તજવીજ હાથ ધરાઇ હતી . પહેલા સુરતના લિંબાયત ઝોનમાં ગોડાદરા ખાતે મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ ત્યાર બાદ રાંદેર ઝોનમાં આવેલા મોરા ભાગળ પાસે મુખ્ય રસ્તા પર નડતરરૂપ દબાણો દૂર કરાયા તો સાથે જ ઝુંપડાઓના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાંદેર ઝોનની એક ટીમ દ્વારા મોરા ભાગળ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ૧૮ જેટલા ઝુંપડાઓના ડિમોલીશનની કામગીરી કરાઇ હતી,જ્યાં ઝૂંપડાવાસીઓ સાથે બોલાચાલી પણ થઈ હતી, સાથે જ પાલિકાએ રસ્તા વચ્ચે આવેલી મચ્છી માર્કેટને પણ દૂર કરવાની સાથે હવે મચ્છી માર્કેટના સ્થળાંતર માટેની કવાયત હાથ ધરી છે.
શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો ત્યારથી એક્શનમાં
સુરત મહાનગર પાલિકામાં જ્યારથી કમિશ્નર તરીકે શાલીની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે ત્યાર થી સુરતવાસીઓને રાહત થઈ છે.લોકોને થતી સમસ્યા અંગે મોટા ભાગે નિરાકરણ આવવાની આશા જાગી છે.જેથી અનેક વિસ્તારોમાં દબાણ અને ફરિયાદો સુરત પાલિકા કમિશનર પાસે પહોંચતા કાર્યવાહી કરવામાં આવી રહી છે.સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા લોકોને પડતી તકલીફને લઈ અધિકારીઓને દબાણ હટાવવા સૂચના આપવામાં આવી હતી જેના પગલે સુરત શહેરના તમામ ઝોનમાં રસ્તા ખુલ્લા કરવાની અને રસ્તાને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે રાંદેર ઝોનમાં મોરા ભાગળ ખાતે મચ્છીમાર્કેટ દબાણ સાથે ઝુંપડાઓનું ડિમોલીશન હાથ ધરાયુ હતું.સુરત ના મોટા ભાગ ના રોડ રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી રોડ દબાણ અને ગેરકાયદેસર મિલ્કતોને દૂર કરવા માટે ની કામગીરી હવે તેજ કરાઇ છે. મનપા એ ઝડપ વધારતા એક બાજુ લિંબાયત ઝોનમાં ગોડાદરા ખાતે મેગા ડિમોલીશન કર્યું જ્યાં બીજી બાજુ રાંદેર ઝોનમાં આવેલ મોરા ભાગળ પાસે મુખ્ય રસ્તા પર નડતરરૂપ દબાણો હટાવાયા
ઝુંપડપટ્ટીને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હતી
ઉલ્લેખનીય છે કે, મનપા અધિકારી જણાવ્યા અનુસાર પાછલા ઘણા વર્ષોથી મોરા ભાગળ ખાતે આવેલી ઝુંપડપટ્ટીને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સાથે જ નડતર રૂપ આ ઝુંપડાઓના ડિમોલીશનની કામગીરી વખતે પાલિકાના અધિકારીઓને પોલીસ અને માર્શલની પણ મદદ લેવાની ફરજ પડી હતી,જેથી ડિમોલિશન શરૂ થયા બાદ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.ઝુંપડાઓના ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે રસ્તો પહોળો થતાં છાશવારે સર્જાતી ટ્રાફિક સહિતના ન્યૂસન્સથી પણ વાહન ચાલકોને કાયમી છુટકારો મળશે.
આ પણ વાંચોઃ દેશમાં પ્રથમવાર સુરતમાં લેબગ્રોન ડાયમંડ મીટ યોજાશે, દેશ-વિદેશના ટોપ લેવલના બાયર્સ સુરત આવશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.