Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખને લઇ યોજાઇ મહત્વની બેઠક

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની (LOKSABHA 2024) સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વાઘોડીયા મતવિભાગની પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ચૂંટણી શાખા દ્વારા લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા...
vadodara   ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખને લઇ યોજાઇ મહત્વની બેઠક
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની (LOKSABHA 2024) સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વાઘોડીયા મતવિભાગની પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ચૂંટણી શાખા દ્વારા લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણની કામગીરી સંદર્ભે સાથે અગત્યની બેઠક મળી હતી.

Advertisement

સમિતિ હિસાબોમાં ચોક્સાઈ રાખે

આ બેઠકમાં ચૂંટણીમાં ચોક્સાઈ અને સતર્કતાથી કાર્ય કરવા અધિકારીઓને કલેક્ટરશ્રી બિજલ શાહ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાહે અધિકારીઓને સૂચના આપી હતી કે, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો તથા પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચ નિરીક્ષણ અને નિયંત્રણ માટે આ બેઠકમાં ખર્ચ નિયંત્રણ સમિતિ હિસાબોમાં ચોક્સાઈ રાખે અને હિસાબો પારદર્શી અને ક્ષતિરહિત બને તે માટે એકસૂત્રતા જાળવી રાખે.

Advertisement

૧૨ એપ્રિલથી નામાંકન બાદ આ કામગીરી પૂર્ણકક્ષાએ કાર્યરત

જિલ્લા ચૂંટણી અધિકારી શાહે વધુમાં અધિકારીઓને જણાવ્યું હતું કે, જ્યારથી ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી વિવિધ ટીમો દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૧૨મી એપ્રિલના રોજથી નામાંકન બાદ આ કામગીરી પૂર્ણકક્ષાએ કાર્યરત થશે. શાહે આવકવેરા, બેંક, કસ્ટમ, જીએસટી, એમસીએમસી કમિટિ વગેરે દ્વારા થતી કાર્યવાહીની તલસ્પર્શી સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને પૂરૂ પાડ્યું હતું.

Advertisement

ચૂંટણી તંત્ર અને પોલીસને સતત સંકલનમાં રહેવા અનુરોધ

આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નિરીક્ષણ અને જરૂરી ચેકિંગ દૈનિક ધોરણે કરવાનું થશે. ચૂંટણી પારદર્શી, નિષ્પક્ષ અને ન્યાયી રીતે થાય તે માટે આપણે સૌએ સાવધાનીપૂર્વક કાર્ય કરવાનું છે. જેથી લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જળવાઈ રહે. તેમણે ચૂંટણી તંત્ર અને પોલીસને સતત સંકલનમાં રહેવા અનુરોધ કર્યો હતો, જેથી ચૂંટણી સંબંધિત ફરિયાદો ભાગ્યે જ હોય.

ચેક પોસ્ટ ઉભી કરવામાં આવશે

મહત્વનું છે કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણની કામગીરીના ભાગરૂપે જિલ્લાના મુખ્ય પ્રવેશમાર્ગો પર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવશે. તદુપરાંત ચૂંટણીલક્ષી નિરીક્ષણ માટે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી, ચૂંટણી ખર્ચ નિરિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા FST, SST, VST અને IT જેવી વિવિધ ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : વાહનચેકીંગ દરમિયાન શંકાસ્પદ પશુ માંસના જથ્થા સાથે બે ઝબ્બે

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : ગાયની અડફેટે યુવતિના મોત બાદ ત્રણ ઢોરવાડા દુર કરાયા

featured-img
જામનગર

અનંત અંબાણીના પદયાત્રાનો આજે બીજો દિવસ, જાણો અન્ય કોણ તેમની સાથે કરી રહ્યા છે યાત્રા

featured-img
અમદાવાદ

અમદાવાદમાં IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન ડાયમંડ તૈયાર

featured-img
અમદાવાદ

Gujarati Top News : આજે 29 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ગુજરાત

Dwarka : સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ પર મહંત માધવ સ્વામીએ માંગી માફી, જાણો શું કહ્યું ?

featured-img
સુરત

Surat : વધુ એક હિટ એન્ડ રન, પૂરઝડપે આવતા કારચાલકે પતિ-પત્ની-બાળકીને અડફેટે લીધા!

Trending News

.

×