Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હવે તો ધોળે દહાડે ય વાહનો સલામત નથી

VADODARA : વડોદરા (VADODARA) પાસે ધોળે દહાડે (DAY LIGHT) વાહનો સલામહ નહિ હોવાની વાતની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇક ગણતરીના સમયમાં જ ગાયબ થઇ છે. જે બાદ ચાલકે તેની શોધખોળ શરૂ...
vadodara   હવે તો ધોળે દહાડે ય વાહનો સલામત નથી

VADODARA : વડોદરા (VADODARA) પાસે ધોળે દહાડે (DAY LIGHT) વાહનો સલામહ નહિ હોવાની વાતની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇક ગણતરીના સમયમાં જ ગાયબ થઇ છે. જે બાદ ચાલકે તેની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કોઇ સગડ નહિ મળતા ચાલકે આખરે અજાણ્યા શખ્સ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે અજાણ્યા શખ્સને પકડી પાડવાના ચક્રોતગિમાન કર્યા છે. આ ઘટના સવારના 12 વાગ્યાના આરસામાં ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

યજ્ઞામાં સામેલ થવા માટે ગયા

મંજુસર પોલીસ મથકમાં ભરતભાઇ મોહનલાલ હિચવે (રહે. ચોર્યાસી, ઉધના) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે બાઇક લઇને સુરતથી વડોદરા માસીના ઘરે આવ્યા હતા. માસી એલ એન્ડ ટી નોલેજ સીટી પાછળ અણખોલ ગામે રહેતા હતા. અને તેમના ઘરે નવચંદી યજ્ઞનો પ્રસંગ હતો. તેઓ અહિંયા આવી પહોંચ્યા હતા. પ્રસંગ સમયે બાઇક ઘરની સામે સોસાયટીના આંગણમાં પાર્ક કરી હતી. અને ત્યાર બાદ તેઓ યજ્ઞામાં સામેલ થવા માટે ગયા હતા.

આજુબાજુમાં તપાસ કરી

દરમિયાન બપોરના બાર વાગ્યાના આરસામાં તેઓ જમવા માટે ગયા હતા. તે વખતે આંગણમાં પાર્ક કરેલી હતી તે જગ્યાએ મળી આવા ન હતી. બાદમાં આજુબાજુમાં તપાસ કરતા બાઇકની કોઇ ભાળ મળી ન હતી. જેથી તેમને ખાતરી થઇ કે અજાણ્યા શખ્સ દ્વારા બાઇકની ચોરી કરવામાં આવી છે. જેથી સમગ્ર ઘટનાને લઇે મંજુસર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે અજાણ્યા શખ્સની ભાળ મેળવવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ખોટા લગ્ન કરાવી મોટી રકમ પડાવી

Advertisement
Tags :
Advertisement

.