Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ખાનગી કંપનીના મેનેજરની બેગમાંથી કારતુસ મળ્યું

VADODARA : વડોદરા એરપોર્ટ પર સિક્યોરીટી ચેક દરમિયાન એક મુસાફરની બેગમાંથી શંકાસ્પદ વસ્તુ જણાઇ આવતા તેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક રાઉન્ડ મળી આવ્યું હતું. જેને લઇને પોલીસે તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અટકાયત...
vadodara   ખાનગી કંપનીના મેનેજરની બેગમાંથી કારતુસ મળ્યું

VADODARA : વડોદરા એરપોર્ટ પર સિક્યોરીટી ચેક દરમિયાન એક મુસાફરની બેગમાંથી શંકાસ્પદ વસ્તુ જણાઇ આવતા તેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક રાઉન્ડ મળી આવ્યું હતું. જેને લઇને પોલીસે તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અટકાયત કરાયેલા શખ્સે જણાવ્યું કે, તેના કાકા એક્સ આર્મીમેન છે. અને તેમના શેવીંગના પાઉચમાં આ સાથે આવી ગઇ હતી. આ મામલે વિવિધ એજન્સીઓને પણ જાણ કરવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

Advertisement

આર્મ્સ એક્ટ, અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ ફરિયાદ

ACP જી બી બાંભણીયા જણાવે છે કે, 2 , મે ના રોજ કુલદિપ અમીપરા સિક્યોરીટીમાં સર્વિસ કરે છે, તેની સ્કેનરમાં ડ્યુટી હતી. સ્કેનીંગ દરમિયાન એક બેગમાંથી શંકાસ્પદ વસ્તુ જણાતા ચેક કરી હતી. તેમાં 32 બોરના રીવોલ્વરનું જીવંત રાઉન્ડ મળી આવ્યું હતું. જે મોડીફાઇડ હતું. તેના હોલ્ડર સુમિતસિંહ છે, તેમની પુછપરછ કરતા તેની પાસે આ અંગેનો કોઇ પુરાવો નહી હોવાનું જણાવ્યું હતું. જેથી તેની સામે આર્મ્સ એક્ટ, અને એરક્રાફ્ટ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. હરણી પોલીસના પીઆઇ આ મામલે તપાસ કરી રહ્યા છે. આ મામલે સ્ટેટ આઇબી, સેન્ટ્રલ આઇબી, ગુજરાત એટીએસ અને એસઓજીને સંયુક્ત બોલાવવામાં આવી હતી. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આ બાબતે કોઇ રાખવાનું કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી કોઇ ગુનાહિતી પ્રવૃત્તિમાં સંકળાયેલો નથી

તેણે પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું કે, તેના કાકા બિહારમાં છે, તે એક્સ આર્મી મેન છે. તેઓનું શેવીંગ પાઉચ તેણે વાપરવા માટે લીધું હતું. બેે મહિના પહેલા તે વાઘોડિયા એપોલો ટાયર કંપનીમાં તે આવ્યો હતો. ત્યારે પાઉચ તેની સાથે હોવાનું તેણે જણાવ્યું છે. બીજી કોઇ ગુનાહિતી પ્રવૃત્તિમાં તે સંકળાયેલો નથી. તે એપોલો ટાયર કંપનીની ગોવા ખાતેની મીટિંગમાં જઇ રહ્યો હતો. તેના કાકા પાસે 32 બોરનું લાયસન્સ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની પાસેથી આ મળી આવ્યું છે, તેની બેદરકારી સામે આવવા પામી છે. હાલ રાઉન્ડ રાખવાનું કારણ જાણવા પોલીસ વધુ પ્રયાસો કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જમીનમાં ગબ્બા બનાવી દારૂ સંતાડવાની તરકીબ નાકામ

Advertisement
Tags :
Advertisement

.