Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સીમી સાથે સંકળાયેલા 12 શકમંદોની યાદી સામે આવી

VADODARA : સીમી સંગઠન (SIMI) સાથે સંકળાયેલા વડોદરા (VADODARA) ના શકમંદોની ફોટો સહિતની યાદી જિલ્લા કલેક્ટર કચેરીમાં (COLLECTOR OFFICE - VADODARA) નોટીસ બોર્ડ પર લગાડવામાં આવી છે. જેને લઇને પોલીસ (VADODARA POLICE) તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે....
vadodara   સીમી સાથે સંકળાયેલા 12 શકમંદોની યાદી સામે આવી

VADODARA : સીમી સંગઠન (SIMI) સાથે સંકળાયેલા વડોદરા (VADODARA) ના શકમંદોની ફોટો સહિતની યાદી જિલ્લા કલેક્ટર કચેરીમાં (COLLECTOR OFFICE - VADODARA) નોટીસ બોર્ડ પર લગાડવામાં આવી છે. જેને લઇને પોલીસ (VADODARA POLICE) તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ આ ફરાર શકમંદોને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

દિવસ-રાત બંદોબસ્ત

વડોદરાનું જિલ્લા વહીવટી તંત્ર અનો પોલીસ તંત્ર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને સજ્જ થઇ રહ્યું છે. આદર્શ આચાર સંહિતા લાગુ છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા દિવસ-રાત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, ચેકીંગ-ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Advertisement

12 ની યાદી બોર્ડ પર મુકાઇ

આ તૈયારીઓ વચ્ચે સીમી સંગઠન સાથે સંકળાયાયેલા 12 વોન્ટેડ શકમંદોને લઇને નોટીફીકેશન ઇશ્યુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ વડોદરા શહેરના સીમી શકમંદોની યાદી હેઠળ 12 શખ્સોના ફોટા, નામ, મોબાઇલ નંબર. જન્મ તારીખ, અભ્યાસ, રહેઠાણ, અને વ્યવસાય સહિતની વિગતોનો સાથે કલેક્ટર કચેરીની નોટીસ બોર્ડ પર લગાડવામાં આવી છે.

અલ્તાફ હુસૈન સામે અગાઉ ગુના નોંધાયા

આ યાદીમાં જોતા વકીલાત થી લઇને ડોક્ટર તથા ફેબ્રિકેશન સાથે સંકળાયેલા લોકો શકમંદોની યાદીમાં નામ ધરાવે છે. યાદી પૈકી શહેરના વાડી વિસ્તારમાં રહેતા અલ્તાફ હુસૈન સામે તો અમદાવાદના સેટેલાઇટ પોલીસ મથકમાં વર્ષ 2003 માં એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધાયો છે.

Advertisement

12 શકમંદોના નામની યાદી

નામ -  રહેઠાણ -  વ્યવસાય 

  1. ડો. સાદાબ રાજેભાઇ પાનવાલા - (રહે. વાડી) - ડોક્ટર
  2. ઇરફાન મહંમદ ખાનસાહેબ - (રહે. વાડી) - ફેબ્રિકેશન
  3. અલ્તાફહુસૈન હનસભાઇ મન્સુરી - (રહે. ફતેપુરા) - કન્સ્ટ્રક્શન
  4. મહંમદ હનીફ ગુમાલ મોયુદિન શેખ - (રહે. નાની છીપવાડ) - ફેબ્રિકેશન
  5. ઇમરાન મોહંમદ હુસેન ઘીવાલા - (રહે. વાડી) - કોમ્પ્યુટર રીપેરીંગ
  6. અલ્તાફ હુસૈન મહંમદ હુસૈન શેખ - (રહે. યાકુતપુરા) - વકીલાત
  7. આસીફ ઇકબાલ બોડાવાલા - (રહે. પાણીગેટ) - મોબાઇલ દુકાન
  8. આબીદઅલી મુસા સૈયદ - (રહે. યાકુતપુરા) - ફેબ્રિકેશન
  9. નાશીર અમીનસાહેબ કુરેશી (રહે છીપવાડ) - લેબર કોન્ટ્રાક્ટર તથા કન્સ્ટ્રક્શન
  10. દિલાવરમહેંદી અબ્દુલરજાક ઘીવાલા - (રહે. વાડી) - ટાઇપીસ્ટ
  11. આસીફ ઉસ્માન શેખ - (રહે. તાંદલજા) - આલીયા ડ્રેસીસ
  12. મહંમદ રફી ઉર્ફે બાબા ઇકબાલ શેખ - (રહે. વાડી) - વાયરમેન

આ પણ વાંચો -- VADODARA : પત્નીના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર જોડાયા ચૂંટણી અધિકારી

Tags :
Advertisement

.