Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કલેક્ટરના પ્રથમ ઓપન હાઉસમાં 22 અરજીઓ પર પ્રક્રિયા હાથ ધરાઇ

VADODARA : મહેસૂલી સેવાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના જિલ્લા વહીવટી તંત્રના અભિયાન અંતર્ગત વડોદરા કલેક્ટર (VADODARA - COLLECTOR) બી. એ. શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બિન ખેતીની પરવાનગીને લગતી અરજીઓ માટે ઓપન હાઉસ (OPEN HOUSE) યોજવામાં આવ્યું હતું. જેમાં...
vadodara   કલેક્ટરના પ્રથમ ઓપન હાઉસમાં 22 અરજીઓ પર પ્રક્રિયા હાથ ધરાઇ

VADODARA : મહેસૂલી સેવાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના જિલ્લા વહીવટી તંત્રના અભિયાન અંતર્ગત વડોદરા કલેક્ટર (VADODARA - COLLECTOR) બી. એ. શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બિન ખેતીની પરવાનગીને લગતી અરજીઓ માટે ઓપન હાઉસ (OPEN HOUSE) યોજવામાં આવ્યું હતું. જેમાં અરજદારોની ઉપસ્થિતિમાં ૨૨ અરજીઓ ઉપર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

10 અરજીમાં ફાઈલ ફરી ખોલવાની સૂચના આપવામાં આવી

કલેક્ટરની ઓપન હાઉસ યોજવાની જાહેરાત બાદ તાજેતરમાં પ્રથમ ઓપન હાઉસ યોજાયું હતું. જેમાં કુલ જેમાં કુલ ૩૨ કેસ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૨૨ અરજદારો હાજર રહ્યા હતા. જે પૈકી ૧૦ અરજીમાં ફાઈલ ફરી ખોલવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ૧૦ કેસમાં અરજદારોને પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. તદુપરાંત ત્રણ અરજદારોના ખેડૂત ખાતેદારની ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી તેમની અરજીમાં કોઈ સુધારો ન કરવા હાલ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ અધિકારીઓ હાજર

આમ, કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં બિનખેતી અને પ્રીમિયમની ૧૦ ફાઈલનું નિરાકરણ આવ્યું હતું. ઓપન હાઉસ કાર્યક્રમમાં કલેક્ટર બીજલ શાહ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, મહેસૂલ વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ક્યારે નિવેડો આવશે !

અત્રે નોંધનીય છે કે, વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી. અને કામગીરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ ઓપન હાઉસ યોજવામાં આવ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, હાલ 1100 થી વધુ કેસો પેન્ડીંગ છે. ત્યારે જો આ ગતિએ કેસો ચાલશે તો ક્યારે નિવેડો આવશે કહી શકાય નહી. સાથે જ બીજુ ઓપન હાઉસ ક્યારે કરવામાં આવશે તે અંગે કોઇ જાહેરાત પણ કરવામાં આવી નથી.

આ પણ વાંચો -- VADODARA : MSEFC સમક્ષ મુકાયેલા કેસોમાં રૂ. 3.48 કરોડનું સમાધાન

Advertisement

Tags :
Advertisement

.