Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દુષિત પાણી અને ઉભરાતી ગટરે લોકોની મુશ્કેલી વધારી

VADODARA : શહેર (VADODARA) ના જયરત્ન ચાર રસ્તા પાસે આવેલી દ્વારકેશ કુંજ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી દુષિત અને દુર્ગંઘ યુક્ત પાણી તથા ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા સ્થાનિકો ભોગવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ભાજપના મહિલા કોર્પોરેટરને જાણ કરતા તેઓ સમસ્યાનો...
vadodara   દુષિત પાણી અને ઉભરાતી ગટરે લોકોની મુશ્કેલી વધારી

VADODARA : શહેર (VADODARA) ના જયરત્ન ચાર રસ્તા પાસે આવેલી દ્વારકેશ કુંજ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી દુષિત અને દુર્ગંઘ યુક્ત પાણી તથા ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા સ્થાનિકો ભોગવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ભાજપના મહિલા કોર્પોરેટરને જાણ કરતા તેઓ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નિવડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ આજે કોંગ્રેસના કોર્પોરેટર સ્થાનિકોની વ્હારે આવ્યા છે. અને સુત્રોચ્ચાર કરીને સ્થાનિકો સાથે વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

ચોખ્ખુ પાણી આવવું જોઇએ

વિરોધ કરનાર દ્વારકેશકુંજ સોસાયટીના સ્થાનિક જણાવે છે કે, આ પાણી બે મહિનાથી વધુ સમયથી આવી રહ્યું છે. પાણી સારૂ આવે તો ડ્રેનેજના પાણી તેમાં મિશ્રિત થઇ જાય છે. ખરાબ પાણી આવવાથી પીવાનું પાણી બરાબર નથી મળતું. સાથે ડ્રેનેજ લાઇન પણ ઉભરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળુભાઇને વાત કરીએ તો તાત્કાલિક મદદે આવે છે. તેઓ આવતા-જતા પણ અમારી સમસ્યાની જાણકારી લેતા રહે છે. અમારી માંગ છે કે, ચોખ્ખુ પાણી આવવું જોઇએ. ડ્રેનેજ લાઇન ઉભરાવવાથી અવર-જવર માટે મુશ્કેલી પડી રહી છે. આટલી સમસ્યા દુર કરી આપવા માટે વિનંતી છે.

દિવાલ બની ત્યારે બેન જોડે બોલવાનું થયું

અન્ય સ્થાનિક જણાવે છે કે, હું 15 દિવસથી બિમાર છું. મને 10 જેટલો બોટલ ચઢાવાયા છે. અમારી સમસ્યા અંગે જાગૃતિ બેનનો જાણ કરી તો તેઓ નથી આવવું તેમ જણાવી રહ્યા છે. અહિંયાથી જતા રસ્તાની દિવાલ બની ત્યારે જાગૃતિ બેન જોડે બોલવાનું થયું હતું. તેઓ સામેપક્ષે છે. બાદમાં તેઓ તેમની મુશ્કેલીથી વિમુખ થયા, હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે.

Advertisement

15 દિવસ ગટર ઉભરાય

મહિલા જણાવે છે કે, ત્રણ-ચાર મહિનાથી પાણી ખરાબ આવી રહ્યું છે. અહિંયા કેટલાયના છોકરાઓ બિમાર પડ્યા છે. વાસ આવતું પાણી આવી રહ્યું છે. સાથે પાણીમાં કચરો આવી રહ્યો છે. સાથે જ મહિનામાં 15 દિવસ ગટર ઉભરાય છે. અમે રજૂઆત કરીએ છતાં કોઇ આવતું નથી.

કોઇ જોવા આવતું નથી

કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, છેલ્લા બે મહિનાથી અમારા વિસ્તારની દ્વારકેશ કુંજ સોસાયટીમાં સમસ્યા છે. ઓછામાં ઓછા 60 પરિવારો અહિંયા રહેતા હશે. બાજુમાં ડોંગરે મહારાજ સરકારી સ્કુલ આવેલી છે. સ્કુરમાં પણ આ લાઇન જઇ રહી છે. બે મહિનાથી ગટરનું પાણી આવતું હોય, વારંવાર રજૂઆત કરે છતાં કોઇ જોવા ન આવે તેવી સ્થિતી છે. અહિંયા ડ્રેનેજના પાણી ઉભરાઇ રહ્યા છે. તેમાંથી પસાર થઇને આવવું પડી રહ્યું છે. ગંભીર સ્થિતી છતાં કોઇ જોવા આવતું નથી. શાળા હાલ બંધ છે, ટુંક સમયમાં શરૂ થશે, ત્યારે કેવી પરિસ્થિતી ઉભી થશે. આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવું જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : લાલબાગ રેલવે ઓવર બ્રિજ તબક્કાવાર બંધ રહેશે

Tags :
Advertisement

.