Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : C-vigil App પર જિલ્લા ચૂંટણી તંત્રને મળેલી 29 જેટલી ફરિયાદોનો નિકાલ

VADODARA : વડોદરા (VADODARA) લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી (LOKSABHA ELECTION 2024) અને વાઘોડીયા વિધાનસભા (VAGHOIDIA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ જ્યારે મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ના હાથ ધરાનાર છે.લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ વડોદરા શહેર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી...
vadodara   c vigil app પર જિલ્લા ચૂંટણી તંત્રને મળેલી 29 જેટલી ફરિયાદોનો નિકાલ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી (LOKSABHA ELECTION 2024) અને વાઘોડીયા વિધાનસભા (VAGHOIDIA VIDHANSABHA) બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ જ્યારે મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ના હાથ ધરાનાર છે.લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ વડોદરા શહેર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ થઈ રહ્યો છે. આ સાથે આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે જિલ્લામાં ચૂંટણીને લગતી ફરિયાદો માટે કલેકટર કચેરી ખાતે ૨૪ કલાક કાર્યરત જિલ્લા કક્ષાનો નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે.જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૧૯૫૧ છે.જ્યારે હેલ્પ લાઈન નંબર ૧૯૫૦ છે.આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ આ ફરિયાદનું માત્ર ૧૦૦ મિનિટમાં જ નિરાકરણ કરવામાં આવે છે.

ટોલ ફ્રી નંબર પર મળેલ ચાર ફરિયાદો મળી

વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણી પંચની C- vigil app પર અત્યાર સુધીમાં જિલ્લા ચૂંટણી તંત્રને આચારસંહિતાને લગતી ૨૯ જેટલી ફરિયાદો મળી હતી જે તમામનું સમયમર્યાદામાં નિરાકરણ કરવામાં આવ્યું છે.જ્યારે ટોલ ફ્રી નંબર પર મળેલ ચાર ફરિયાદોનું પણ નિવારણ કરવામાં આવ્યું છે. હેલ્પ લાઈન નંબર પર નાગરિકો દ્વારા ચૂંટણી કાર્ડ,મતદાર યાદીમાં નામ નોંધાવા અંગે તેમજ નામ સરનામામાં સુધારા વધારા કરવા જેવી પૃચ્છા કરવામાં આવે છે.

Advertisement

ગતિવિધિઓનો વિડીયો અથવા ફોટો આયોગને મોકલી શકે

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે સી વિજીલ (C-vigil App) પણ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી સામાન્ય નાગરિકો પણ ચૂંટણી આયોગની મદદ મેળવી શકે છે. આ એપ્લિકેશનને નાગરિકો પોતાના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરી ચૂંટણી આચારસંહિતાના ભંગને લગતી કોઇપણ ગતિવિધિઓનો વિડીયો અથવા ફોટો આયોગને મોકલી શકે છે.

Advertisement

પહેલાંથી રેકોર્ડ કરેલી કોઈપણ સામગ્રી અપલોડ કરી શકાશે નહીં

C-vigil App પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ચૂંટણી દરમિયાન ક્યારેય પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન અથવા મતદાનને પ્રભાવિત કરવા જેવી ગતિવિધિઓ થઇ રહી છે તો નાગરિકો તેને એપના માધ્યમથી વીડિયો ફોટો રેકોર્ડ કરી એપ પર અપલોડ કરી શકે છે.આ એપ પર મોબાઇલમાં પહેલાંથી રેકોર્ડ કરેલી કોઈપણ સામગ્રી અપલોડ કરી શકાશે નહીં. આ એપથી જ રેકોર્ડિંગ કરવાનું રહેશે.

વિગતો જાહેર થાય તો સંબંધિત અધિકારી-કર્મચારી સામે કાર્યવાહીની જોગવાઈ

આ એપ્લિકેશન મારફત ફરિયાદ કરનાર નાગરિકોનું નામ અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ચૂંટણી આયોગે ફરિયાદીની સુરક્ષાને લઈને આ નિર્ણય લીધો છે. ફરિયાદી વિશેની વિગતો જાહેર થાય તો સંબંધિત અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી કરવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે.

કાર્યવાહી રિટર્નિંગ ઓફિસર દ્વારા ૧૦૦ મિનિટમાં પૂર્ણ કરવામાં આવે

ચૂંટણી પંચે દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદા મુજબ સી-વિજીલમાં જે પણ ફરિયાદ મળશે તેને જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમને મોકલવામાં આવશે. ત્યાંથી સંબંધિત ટીમને ફરિયાદ કરવામાં આવશે, પછી તે સંદર્ભે જરૂરી કાર્યવાહી કરી યોગ્ય જવાબ એપ્લિકેશનમાં અપલોડ કરી ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહી રિટર્નિંગ ઓફિસર દ્વારા ૧૦૦ મિનિટમાં પૂર્ણ કરવામાં આવે છે.

કોઈપણ ફરિયાદ સીધી આયોગ સુધી પહોંચી જશે

વડોદરા શહેર જિલ્લાના નાગરિકો લોકસભા ચૂંટણી-૨૦૨૪ને લઈને ચૂંટણી પંચની આ એપ્લિકેશનો ઉપયોગ કરી શકે છે. જેમાં રાજકીય પક્ષોના પ્રચારને લગતી કોઈપણ ફરિયાદ સીધી આયોગ સુધી પહોંચી જશે અને જિલ્લા ચૂંટણીતંત્ર પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરશે. નાગરિકો આ એપને પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી કરી શકે છે.

આ પણ વાંચો --VADODARA : બાકી નિકળતા પૈસા માંગતા જવાબ મળ્યો, “તારા ટાંટીયા તોડી નાંખીશ”

Tags :
Advertisement

Trending News

.

×