Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બોમ્બની ધમકી લઇ રોકી રખાયેલી ફ્લાઇટ લેન્ડ થઇ, જાણો મુસાફરોએ શું કહ્યું

VADODARA : AIR INDIA FLIGHT BOMB THREAT : AIR INDIA ની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં દિલ્હી એરપોર્ટ પર બોમ્બની માહિતી મળતા એરપોર્ટ અને એરલાઇન્સના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તાત્કાલિક મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હતા. અને બોમ્બ સ્કવોર્ડની...
vadodara   બોમ્બની ધમકી લઇ રોકી રખાયેલી ફ્લાઇટ લેન્ડ થઇ  જાણો મુસાફરોએ શું કહ્યું
Advertisement

VADODARA : AIR INDIA FLIGHT BOMB THREAT : AIR INDIA ની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં દિલ્હી એરપોર્ટ પર બોમ્બની માહિતી મળતા એરપોર્ટ અને એરલાઇન્સના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તાત્કાલિક મુસાફરોને ઉતારી લેવામાં આવ્યા હતા. અને બોમ્બ સ્કવોર્ડની સાથે જ અલગ અલગ સિક્યોરીટી એજન્સીના જવાનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સિક્યોરીટી જવાનોએ આખુંય પ્લેન ફંફોસી કાઢ્યું હતું. પેસેન્જના સમાનની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું ન્હતું. જે બાદ પ્લેન વડોદરા આવી પહોંચ્યું હતું. જ્યાં મુસાફરો દ્વારા તેમના અનુભવ વર્ણવવામાં આવ્યા હતા.

Advertisement

કોઇ અંદર કેમ આવતું નથી

સમગ્ર ઘટનાક્રમને લઇને શહેરના મીડિયા અગ્રણી અજય દવે જણાવે છે કે, 6 - 35 કલાકની ફ્લાઇટ હતી. બોર્ડિંગ સ્ટાર્ટ થઇ ચુક્યું હતું. અડધા પેસેન્ડર્સ બોર્ડ કરી પણ ચુક્યા હતા. અને ત્યારે એકાએક બોર્ડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. એટલે સ્વભાવિક છે કે, બધાને સવાલ થાય કે કોઇ અંદર કેમ આવતું નથી. એટલે અમે બારીના બહાર જોયું અને પુછ્યું એટલે જાણ્યું કે કોઇ ટેકનીકલ મામલો હોવાથી આ ફ્લાઇટ ગ્રાઉન્ડ કરવામાં આવી છે. એટલે કે મોડેથી ફ્લાઇટ ઉપાડીશું. પણ પછી સીઆઇએસએફ (CISF) ની ટીમ આવી અને પ્લેનની નીચે ઉભી રહી.

Advertisement

કોર્ડન કરવામાં આવ્યું

વધુમાં જણાવ્યું કે, એટલે અમને લાગ્યું કે આ કોઇ ચોક્કસ સિક્યોરીટી કનસર્ન લાગે છે. અને પછી બોર્ડ થયેલા મુસાફરોને રીમોટ જગ્યાએ લઇ જવામાં આવ્યા, પછી તેમની ગણતરી કરવામાં આવી હતી. બાદમાં કહેવાયું કે, તમને 25 - 25 ની સંખ્યામાં કોઇ જગ્યાએ લઇ જઇ રહ્યા છીએ. કઇ જગ્યાએ તે કહ્યું ન્હતું. પછી એરપોર્ટમાં જ 10 કિમી અંદર એક રીમોટ જગ્યાએ પ્લેનને ઉભુ રાખવામાં આવ્યું હતું. ત્યાં સીઆઇએસએફ (CISF) દ્વારા કોર્ડન કરવામાં આવ્યું હતું અને એનએસજી (NSG) કમાન્ડોઝ હતા. અત્યાધુનિક ઉપકરણો દ્વારા તેને સ્કેન કરવામાં આવ્યું હતું. ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ પણ હતી.

Advertisement

આ મેટર કોઇ સિરીયસ છે

વધુમાં તેમણે ઉમેર્યું કે, આ બધુ થયું ત્યાર બાદ અમારા સામાન એક જગ્યાએ મુકવામાં આવ્યું હતું. અને 25 લોકોને આ સામાનમાંથી પોતાનો સામાન શોધવા કહ્યું હતું. જે લોકો પોતાનો સામાન ઓળખશે તેમને પરત લઇ જવામાં આવશે. એ રીતે 25 - 25 ના જથ્થામાં 180 પેસેન્જરોને મોકલવામાં આવ્યા હતા. રાત્રે અઢી વાગ્યે એક ઇન્ડિયાને સોંપી દેવામાં આવ્યા હતા. રાત્રે 3 વાગ્યે હોટલમાં મોકલવામાં આવ્યા હતા. પેસેન્જરોને શરૂઆતમાં તો કંઇ ખ્યાલ જ ન્હતો. એમ કે કોઇ ટેકનિકલ ખામી છે. જ્યારે સીઆઇએસએફ અને પોલીસ આવી ત્યારે લાગ્યું કે આ મેટર કોઇ સિરીયસ છે. તેમણે સિરીયસ ઇનપુટ મળ્યા હોવાનું જણાવ્યું હતું. આ કોઇ ડ્રિલ ન્હતી.

22 કલાક સુધી અમે પરેશાન થયા

અન્ય એક મુસાફર ભરત જૈન જણાવે છે કે, અમે ફ્લાઇટમાં બે વખત બેઠા, 22 કલાક સુધી અમે પરેશાન થયા. દિલ્હીથી વડોદરા આવવા માટે 150 લોકો હતા. આવ્યા પછી શાંતિ મળી.

આ પણ વાંચો -- VADODARA : નકલી કચેરીના કૌભાંડના આરોપીના મૃત્યુની તપાસ કરવા માંગ

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : માર્ગ અકસ્માત નિવારવા ટીમ રિવોલ્યુશનનો અનોખો પ્રયાસ

featured-img
ગુજરાત

VADODARA : શહેર-જિલ્લામાંથી ટીબીના 6,108 દર્દીઓ રોગમુક્ત થયા

featured-img
ગુજરાત

Sabarkantha : સરકારી ગ્રાન્ટ ચાઉં કરવા મહિલા સદસ્યે ભારે કરામત કરી હોવાનો આક્ષેપ

featured-img
ગુજરાત

Rajkot : દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં, માલધારી સમાજમાં રોષ

featured-img
ગુજરાત

VADODARA : હાઇ-વે પર ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ

featured-img
ગુજરાત

CRPF: ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25

Trending News

.

×