Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકસભા ઉમેદવારે કહ્યું, "જનતા ભાજપ સાથે અડીખમ ઉભી છે"

VADODARA : વડોદરામાં આજે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી (VADODARA VOTE COUNTING DAY) હાથ ધરવામાં આવી રહી છે. બંને બેઠકો પર મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે બપોરના સમયે ભાજપના લોકસભા...
vadodara   લોકસભા ઉમેદવારે કહ્યું   જનતા ભાજપ સાથે અડીખમ ઉભી છે

VADODARA : વડોદરામાં આજે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતગણતરી (VADODARA VOTE COUNTING DAY) હાથ ધરવામાં આવી રહી છે. બંને બેઠકો પર મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે બપોરના સમયે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી મતગણતરી કેન્દ્ર બહાર આવી પહોંચ્યા છે. અને તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, વડોદરાની જનતા હંમેશા ભાજપ સાથે અડીખમ ઉભી રહી છે.

Advertisement

મતગણતરી કેન્દ્ર પર આવી પહોંચ્યા

આજે દેશભરમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોને લઇને મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેના પ્રથખ રાઉન્ડથી જ બંને બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આજે બપોર થતા જ જેની જીત નિશ્ચિત છે, તેવા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી મતગણતરી કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. અને તેમણે અહિંયા હાજર લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

વિક્રમી વિજય મળશે

આ તકે વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી જણાવે છે કે, વડોદરાની જનતા હંમેશા ભાજપ સાથે અડીખમ ઉભી રહી છે. જે રીતે લોકોએ વિક્રમી મતદાન કર્યું છે, તે રીતે વિક્રમી વિજય મળશે. લીડની જે કંઇ પણ આશા છે તેનાથી વધુ 50 હજાર મતે મળશે તેવું તેમણે વિશ્વાસ સાથે જણાવ્યું હતું.

Advertisement

સાદાઇ પુર્વક જ ઉજવણી

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થવાના કારણે ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને સાદાઇ પુર્વક જ ઉજવણી કરવા માટે જણાવ્યું છે. જેને લઇને મતગણતરી કેન્દ્ર બહાર માહોલ જામી નથી રહ્યો તેવું લોકોનું માનવું છે.

આ પણ વાંચો -- VADODARA : MP રંજનબેન ભટ્ટે કહ્યું, “મતદારોનો અભિનંદન સાથે આભાર”

Advertisement

Tags :
Advertisement

.