Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : ગોંડલમાં દારૂની 110 બોટલ સાથે કારમાં નીકળેલા બે ઝબ્બે, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Rajkot : ગોંડલમાંથી (Gondal) કારમાં દારૂની બોટલો ભરી નીકળેલા જૂનાગઢનાં (Junagadh) વડાલ અને જેતપુરના (Jetpur) શખ્સને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધા હતા. આ સાથે કાર, 2 મોબાઈલ ફોન, દારૂની 110 બોટલ મળી રૂ. 6,27,250 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો...
rajkot   ગોંડલમાં દારૂની 110 બોટલ સાથે કારમાં નીકળેલા બે ઝબ્બે  6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Rajkot : ગોંડલમાંથી (Gondal) કારમાં દારૂની બોટલો ભરી નીકળેલા જૂનાગઢનાં (Junagadh) વડાલ અને જેતપુરના (Jetpur) શખ્સને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધા હતા. આ સાથે કાર, 2 મોબાઈલ ફોન, દારૂની 110 બોટલ મળી રૂ. 6,27,250 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આરોપીઓ ક્યાંથી દારૂ લાવ્યા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

બાતમીના આધારે કાર્યવાહી

આ અંગે પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ (Rajkot) જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક એસપી જયપાલસિંહ રાઠોડે દારૂની હેરાફેરી સદંતર નાબૂદ કરવા અસરકારક કામગીરી કરી વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપી હતી, જેથી LCB ની ટીમ સક્રિય હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલનાં (Gondal) ઘોઘાવદર રોડ પરથી આટકોટ તરફથી આવતી કારમાં દારૂ લઈ આરોપીઓ નીકળવાના છે.

બે શખ્સની ધરપકડ કરાઈ

બાતમીના આધારે સુરેશ્વર મંદિર, ઘોઘાવડર રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમીવાળી શંકાસ્પદ કાર નીકળતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.1,06,200 ની કિંમતની દારૂની 110 બોટલો મળી હતી. કારમાં સવાર બે શખ્સ જિજ્ઞેશ મનસુખ પટોળિયા (રહે. વડાલ ગામ, બસસ્ટેન્ડ પાછળ તા.જિ. જુનાગઢ) અને ભાવેશ ઉર્ફે નાગજી હરિ ભુવાની (રહે.જેતપુર, મોઢવાડી, જુનો રૂપાવટી રોડ રામનાથ મંદીર પાસે) ધરપકડ કરી હતી. ગોંડલ સિટી એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, એ.એસ.આઇ. રવીદેવભાઇ બારડ, રોહીતભાઇ બકોત્રા, વકારભાઇ અરબ, બ્રિજરાજસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ દીગ્વિજયસિંહ રાઠોડ, અનિલભાઇ ગુજરાતી, કોન્સ્ટેબલ પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ વગેરે ફરજ પર રહ્યા હતા.

Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - MLA Amul Bhatt : શું ખરેખર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી ? દિગ્ગજ નેતાના પત્રથી ખળભળાટ 

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : રસ્તાઓની વચ્ચે ભયાવહ હોર્ડિંગ મામલે HC માં અરજી, મુંબઈની ઘટનાનો પણ ઉલ્લેખ

આ પણ વાંચો - Rain in Gujarat : ચોમાસાની નબળી શરૂઆત, જાણો આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

Tags :
Advertisement

.