Surat : પિતાએ પત્ની અને બાળકને ઝેર આપ્યું,પછી પોતે પણ ગળે ફાંસો ખાદ્યો
Surat : સુરતમાં (Surat) સામૂહિક આપઘાતનો કિસ્સો ( suicide) સામે આવ્યો છે. જેમાં લિંબાયત (Limbayat) વિસ્તારમાં રૂસ્તમ પાર્ક (Rustam Park) ખાતે એક પરિવારના 3 સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવીને પોતે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલ લિંબાયત પોલીસે (Limbayat Police) ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લિંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સુમેશ ભિક્ષાપતિ જિલા એ પોતાની પત્ની નિર્મલ અને સાત વર્ષના દીકરાને ઝેર આપીને મારી નાખ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધાનો દાવો કરાઈ રહ્યો છે. પોલીસને તપાસ દરમિયાન એક ચીઠી અને મોબાઈલ મળી આવ્યો છે. પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે. જો કે અત્યાર સુધી પરિવારના સભ્યોએ કેમ આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. કે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન મળી ચિઠ્ઠી
પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે. આ સાથે તેનો મોબાઇલ પણ મળી આવ્યો છે જેમાં આપઘાત પહેલા તેણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેણે તેની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે જેથી તે પણ તપાસનો વિષય છે.
અગાઉ પણ સુરતમાં આપઘાતની ઘટના બની હતી
અગાઉ સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલનપુર જકાતનાકા નજીક આવેલા સિદ્ધેશ્વર કોમ્પલેક્સ પણ આપઘાતની ઘટના બની હતી. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી નાખ્યું હતું. અહીં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ હતા.
આ પણ વાંચો - Ahmedabad, Crime Branch : ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત
આ પણ વાંચો - Dwarka : સિરપકાંડના સૂત્રધાર સામે વધુ એક કેસ, નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો