Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha : રિક્ષામાં લિકરની હેરાફેરી, પોલીસે આ રીતે ઝડપ્યો રૂ. 34 હજારનો દારૂ, 3 સામે ગુનો

રાજસ્થાનથી (Rajasthan) સાબરકાંઠાના (Sabarkantha) અંતરિયાળ વિસ્તારોમાં થઇ કેટલાક બુટલેગરો તેમના માણસો સાથે પાસ પરમીટ વિનાના દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે, સાબરકાંઠા LCB એ બાતમીને આધારે ઇડર (Idar) તાલુકાના મુડેટી પાટીયા પાસેથી રિક્ષામાં લઇ જવાઇ રહેલા અંદાજે રૂપિયા 34 હજારનો...
sabarkantha   રિક્ષામાં લિકરની હેરાફેરી  પોલીસે આ રીતે ઝડપ્યો રૂ  34 હજારનો દારૂ  3 સામે ગુનો

રાજસ્થાનથી (Rajasthan) સાબરકાંઠાના (Sabarkantha) અંતરિયાળ વિસ્તારોમાં થઇ કેટલાક બુટલેગરો તેમના માણસો સાથે પાસ પરમીટ વિનાના દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે, સાબરકાંઠા LCB એ બાતમીને આધારે ઇડર (Idar) તાલુકાના મુડેટી પાટીયા પાસેથી રિક્ષામાં લઇ જવાઇ રહેલા અંદાજે રૂપિયા 34 હજારનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે અંદાજે રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ કબ્જે લઇને પકડાયેલા બે તથા દારૂનો જથ્થો ભરી આપનાર એક મળી 3 વિરુદ્ધ LCB એ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ અંગે LCB ના પીઆઇ એસ.એન. તરંગીયા તથા PSI એસ.જે. ચાવડા અને સ્ટાફના જણાવ્યા મુજબ, બુધવારે તેમનો સ્ટાફ ઇડર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે એક રિક્ષામાં કેટલાક શખ્સો પાસ પરમીટ વિનાનો દારૂ ભરીને આવી રહ્યા છે. જે આધારે એલસીબીએ ભિલોડા (Bhiloda) તરફથી આવતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું.

રિક્ષામાંથી 34 હજારની કિંમતની 300 બોટલ મળી

દરમિયાન, બાતમી મુજબની રિક્ષા દેખાતા તેને અટકાવી હતી અને તપાસ કરતા તેમાંથી પાસ પરમીટ વિનાની દારૂની અંદાજે રૂપિયા 34 હજારની કિંમતની 300 બોટલ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે રિક્ષામાં દારૂનો જથ્થો લઇ જઇ રહેલા તોફીક જુબેરભાઇ અજમેરી (Tofiq Juberbhai Ajmeri) અને અલ્લારખા ઉર્ફે સોનુ ઇકબાલભાઇ પઠાણની (બન્ને રહે. અમદાવાદ) અટકાયત કરી મોબાઇલ, રિક્ષા, સ્કૂટી મળી અંદાજે રૂપિયા 2.039 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને પૂછપરછ દરમિયાન દારૂ મોકલનાર મુકેશ મિશ્રા ઉર્ફે મુકેશ મહારાજ (રહે.ઝાંઝરી) મળી ત્રણેય વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં (Sabarkantha) ફરિયાદ નોંધાઇ હતી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Ahmedabad Police : હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં DG ઑફિસે માગ્યો ખૂલાસો

Advertisement

આ પણ વાંચો - Kheda: લગ્ન પ્રસંગમાં ખેલાયો ખૂની ખેલ, ઘાતક હથિયારોથી હુમલો થતા યુવકનું મોત

આ પણ વાંચો - VADODARA : નકલી કચેરીના કૌભાંડના આરોપીના મૃત્યુની તપાસ કરવા માંગ

Tags :
Advertisement

.