Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RamNavami : જગન્નાથ મંદિરે પહોંચ્યા પૂર્વ Dy.CM નીતિન પટેલ, જાણો ક્ષત્રિય સમાજનાં આંદોલનને લઈ શું કહ્યું ?

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે આજે ગુજરાત સહિત દેશભરમાં રામનવમીની (RamNavami) ઊમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ સ્થળે શોભાયાત્રા, રેલી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતનાં ભૂતપૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે (Nitin Patel) પણ...
ramnavami   જગન્નાથ મંદિરે પહોંચ્યા પૂર્વ dy cm નીતિન પટેલ  જાણો ક્ષત્રિય સમાજનાં આંદોલનને લઈ શું કહ્યું
Advertisement

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે આજે ગુજરાત સહિત દેશભરમાં રામનવમીની (RamNavami) ઊમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ સ્થળે શોભાયાત્રા, રેલી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતનાં ભૂતપૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે (Nitin Patel) પણ અમદાવાદના જગન્નાથ મંદિરે (Jagannath Temple) ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન, તેમણે રામનવમી અને ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આંદોલનને લઈ નિવેદન આપ્યું હતું.

Advertisement

'ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે'

આજે રામનવમીના પર્વ નિમિત્તે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) અમદાવાદ ખાતે આવેલા જગન્નાથ મંદિરે (Jagannath Temple) પહોંચ્યા હતા. અહીં, ભગવાન જગન્નાથના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ (Dilipadasji Maharaj) સાથે પણ મુલાકાત કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે રાજકોટથી (Rajkot) ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય.

Advertisement

Advertisement

રામ એટલે સત્ય, રામ એટલે પવિત્રતા, રામ એટલે ઉદારતા : નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભગવાન શ્રીરામનું (Lord Rama) મહત્ત્વ સમગ્ર દુનિયાના જીવોમાં છે. રામ એટલે સત્ય, રામ એટલે પવિત્રતા, રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા. ભગવાન રામના આશીર્વાદથી સમગ્ર વિશ્વ જ્યારે ચાલતું હોય ત્યારે ભગવાન રામનું જીવન એ કરોડો લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે રામનવમીનો (RamNavami) પવિત્ર દિવસ છે. ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય. આ સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ભગવાન રામ અને ધર્મના નામે રાજનીતિ ન થવી જોઈએ.

મહંત દિલીપદાસજી મહારાજે ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાત

દિલીપદાસજી મહારાજે કહી આ વાત, પ્રેમ દરવાજાથી શોભાયાત્રાનું આયોજન

રામનવમી નિમિત્તે અમદાવાદ (Ahmedabad) જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિર (Ram Temple) બન્યા પછી આ પહેલી રામનવમી છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તીનો ભાવ છે. રામનવમી નિમિત્તે જગન્નાથ મંદિરમાં (Jagannath Temple) પણ 24 કલાક અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનની વિશેષ પૂજા સાથે ભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં રામનવમીનો ઉત્સવ ઊજવવામાં આવશે. જણાવી દઈએ કે, રામનવમીના પર્વ નિમિત્તે પ્રેમ દરવાજા સરયું મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 કિમી લાંબી આ શોભાયાત્રામાં 2 હાથી, 2 ઘોડા, 10 ઓપન જીપ સામેલ થશે. સાથે જ શોભાયાત્રામાં 20 ભજન મંડળી, 10 અખાડાનો સમાવેશ કરાશે. આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ માધવપુરા (Madhavpura) લાલા-કાકા હૉલ ખાતે થશે.

આ પણ વાંચો - Kshatriya Samaj : ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું- રાજપૂત સમાજનાં આંદોલનનો કોઈ..!

આ પણ વાંચો - પરશોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર, પદ્મિની બાના બદલાયા સૂર

આ પણ વાંચો - Golden Ramayan: 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ, દુર્લભ સોનાની રામાયણ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Ladakh માં ભયાનક માર્ગ અકસ્માત, બે સૈનિકોના મોત, સેનાએ ઊંડો શોક વ્યક્ત કર્યો

featured-img
ગુજરાત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ! જાણો કેટલા ડિગ્રી રહેશે તાપમાન

featured-img
આંતરરાષ્ટ્રીય

PM મોદી શ્રીલંકાની મુલાકાતે જશે, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

featured-img

IPL 2025 : KKR vs RCB વચ્ચેની ઓપનિંગ મેચમાં સંકટના વાદળો

featured-img
રાષ્ટ્રીય

હીરોઈન બનવા માંગતી હતી મુસ્કાન, બે વાર ઘરેથી ભાગી હતી; પાછી આવી તો સૌરભનો જીવ લઈ લીધો

featured-img
રાષ્ટ્રીય

ઉજ્જડ રસ્તાઓ, બંધ બજારો, મૌનનું દ્રશ્ય...આજના દિવસે લાદવામાં આવ્યો હતો જનતા કર્ફ્યુ, જાણો એ ડરામણા દિવસની કહાની

Trending News

.

×