Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : સનાતન ધર્મનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સંતો-મહંતોનું મહાસંમેલન

રાજકોટના (Rajkot) ત્રંબામાં સનાતન ધર્મનું આવતીકાલે મોટુ મહાસંમેલન યોજાશે. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો હાજર રહેશે. આ મહાસંમેલનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અધ્યક્ષસ્થાન...
rajkot   સનાતન ધર્મનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સંતો મહંતોનું મહાસંમેલન

રાજકોટના (Rajkot) ત્રંબામાં સનાતન ધર્મનું આવતીકાલે મોટુ મહાસંમેલન યોજાશે. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો હાજર રહેશે. આ મહાસંમેલનમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અધ્યક્ષસ્થાન રહેશે. આ સંમેલનમાં હિન્દુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મને (Sanatan Dharma) લઈ અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય પગલાં લેવા સહિત ચર્ચા કરી નિર્ણય લેવાશે.

Advertisement

સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે પગલાં લેવા ચર્ચા

હિન્દુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ (Sanatan Dharma), સનાતની સાધુ-મહાપુરુષો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા અને કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં હિન્દુ દેવ-દેવીઓને નીચા ચિતરતા હોય એવી સંસ્થા અને લોકો વિરુદ્ધ પગલાં લેવા સંબંધિત નિર્ણય કરવા ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ (Rajkot) નજીક આવેલા ત્રંબાની ભરાડ સ્કૂલમાં આવતીકાલે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો હાજર રહેશે.

Advertisement

દરેક રાજ્યમાં સંગઠનની રચના થશે

માહિતી મુજબ, આ સંમેલનના અધ્યક્ષસ્થાને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ રહેશે. જ્યારે જાણીતા કથાકાર મોરારીબાપુ (Moraribapu) અને રમેશભાઈ ઓઝા ભાઈશ્રી (Rameshbhai Ojha Bhaishree) પણ આ સંમેલનમાં ખાસ ઉપસ્થિતિ રહેશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ગુજરાતથી 'સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ' સંગઠનની રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યોમાં આ સંગઠનની રચના કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : “ગૌરવ યાત્રા” શહેરભરમાં ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે

આ પણ વાંચો - VADODARA : સ્વામીનારાયણ મંદિરના લંપટ સ્વામી સામે તપાસ તેજ

આ પણ વાંચો - Gondal: પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજીની આશરે 11 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

Tags :
Advertisement

.