Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલની પ્રતિક્રિયા

ખોડલધામનાં ચેરમેન (Khodaldham Chairman) અને લેઉવા પાટીદાર આગેવાન નરેશ પટેલનો (Naresh Patel) આજે જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં (Rajkot) એક કાર્યક્રમ દરમિયાન ખોડલધામનાં સભ્યો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેશ પટેલે ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈ કહ્યું હતું...
rajkot   ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલની પ્રતિક્રિયા

ખોડલધામનાં ચેરમેન (Khodaldham Chairman) અને લેઉવા પાટીદાર આગેવાન નરેશ પટેલનો (Naresh Patel) આજે જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં (Rajkot) એક કાર્યક્રમ દરમિયાન ખોડલધામનાં સભ્યો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેશ પટેલે ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈ કહ્યું હતું કે, એક પત્રિકા દ્વારા રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું લાગે છે. કોઈપણ બાબતમાં ખોડલધામનું નામ મૂકી દેવું યોગ્ય નથી. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ.

Advertisement

જન્મદિવસે નરેશ પટેલનું ભવ્ય સ્વાગત

ખોડલધામનાં ચેરમેન અને લેઉવા પાટીદાર આગેવાન (Leuva Patidar Leader) નરેશ પટેલનો આજે જન્મદિવસ છે. આથી, રાજકોટ (Rajkot) સરદારધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Camp) બાદ ખોડલધામનાં ટ્રસ્ટી, સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી (Sardar Patel Culture Foundation) અને કન્વિરોની મહત્ત્વની બેઠક મળવાની છે. જો કે, આ પહેલા નરેશ પટેલનું ટ્રસ્ટીઓ અને સભ્યો દ્વારા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન, નરેશ પટેલે ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Advertisement

ખોડલધામ તરફથી કોઈ દેશ કે કોઈ રાગ નથી : નરેશ પટેલ

નરેશ પટેલે (Naresh Patel) કહ્યું કે, એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ (Khodaldham) ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. જો કે, કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત એ છે કે સમાજનાં લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય. આથી, જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. નરેશ પટેલે આગળ કહ્યું કે, ખોડલધામ તરફથી કોઈ દેશ કે કોઈ રાગ નથી. ઘરમાં કાંઈ હોય જ નહીં ઘરમાં સમાધાન હોય. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. ખોડલધામ તરફથી કોઈ દેશ કે કોઈ રાગ નથી. ખોડલધામ તરફથી ખાતરી આપું છું કોઈ રાગ નથી. તેમણે કહ્યું કે, જયેશ રાદડિયા (Jayesh Radadia) પાટીદાર સમાજનાં યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ.

Advertisement

આ પણ વાંચો - Kutch : છેલ્લા 7 માસમાં 21 સગીરાનાં અપહરણ-દુષ્કર્મ, ગત વર્ષે 203 યુવતીઓનાં અપહરણ થયાં હતાં!

આ પણ વાંચો - ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર!

આ પણ વાંચો - Ahmedabad : નકલી પોલીસ બની પૈસા પડાવતા બે યુવકો ઝડપાયા

Tags :
Advertisement

.