Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : સૌરાષ્ટ્ર યુનિ.માં વિવિધ મુદ્દાઓને લઈ ABVP એ ઇન્ચાર્જ કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો, રામધૂન બોલાવી

રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિ. ખાતે ABVP દ્વારા ઊગ્ર વિરોધ દાખવવામાં આવ્યો છે. માહિતી મુજબ, 11 મુદ્દાઓને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ABVP ના સભ્યોએ ઇન્ચાર્જ કુલપતિ નિલાંમ્બરી...
rajkot   સૌરાષ્ટ્ર યુનિ માં વિવિધ મુદ્દાઓને લઈ abvp એ ઇન્ચાર્જ કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો  રામધૂન બોલાવી

રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિ. ખાતે ABVP દ્વારા ઊગ્ર વિરોધ દાખવવામાં આવ્યો છે. માહિતી મુજબ, 11 મુદ્દાઓને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ABVP ના સભ્યોએ ઇન્ચાર્જ કુલપતિ નિલાંમ્બરી દવેની ચેમ્બરનો ઘેરાવ કર્યો હતો. જો કે, ઇન્ચાર્જ કુલપતિ ચેમ્બરમાં હાજર ન હોવાથી તેમની ચેમ્બરની બહાર જ ABVP ના સભ્યોએ રામધૂન બોલાવી હતી અને ઊગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement

રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 મુદ્દાઓને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ABVP ના સભ્યોએ આજે ઇન્ચાર્જ કુલપતિ નિલાંમ્બરી દવેની ચેમ્બરનો ઘેરાવ કર્યો હતો. જો કે, ઇન્ચાર્જ કુલપતિ હાજર ન હોવાથી ચેમ્બરની બહાર જ ABVP ના સભ્યોએ રામધૂન બોલાવી હતી અને ઊગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ 11 મુદ્દાઓ નીચે મુજબ છે.

11 મુદ્દાઓ :

1. 25 એપ્રિલ 2023 ના રોજ પીએચડીના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સમિતિ ગઠનની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ, અત્યાર સુધી સમિતિ બની નથી.

Advertisement

2. 17 ઓગસ્ટ 2023 ના રોજ યુનિવર્સિટીના સુરક્ષાના વિષય અને સીસીટીવી કેમેરાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે, અત્યાર સુધી એક પણ વિષય પર કામ થયું નથી.

3. 5 સપ્ટેમ્બર 2023 ના રોજ ગર્લ્સ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. અત્યાર સુધી કોઈ પણ વિષય પર કામ થયું નથી. ભોજન વ્યવસ્થા પણ ખૂબ જ દયનીય સ્થિતિમાં છે.

Advertisement

4. ST-SC વિદ્યાર્થિનીની હોસ્ટેલ પ્રવેશ ફી પરત કરવામાં આવી નથી.

5. કૃપાગુણ આપવામાં ગેરરીતિ થાય છે, જેને લઇ પણ મૌખિક અને લેખિત બંને સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી. સેક્શન 166 અને 167 પર ત્વરિત વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરવામાં આવે.

6. યુનિવર્સિટીના મુખ્ય માર્ગો સિવાયના બધા જ માર્ગો વિદ્યાર્થીઓને સુરક્ષાને લઈ બંધ કરવામાં આવે.

7. બધા ભાવનોના વિદ્યાર્થીઓને આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવે, જેથી બહારના અસામાજિક તત્વો યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશી ન શકે.

8. રમત-ગમત છાત્રાલય અને બોયઝ હોસ્ટેલમાં ભોજનાલય ચાલુ કરવામાં આવે.

9. યુથ ફેસ્ટિવલનું આયોજન ત્વરિત ધોરણે કરવામાં આવે.

10. હજારો વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી પદવીદાન સમારોહ ટૂંક સમયમાં કરવામાં આવે.

11. સંસ્કૃત ભાષામાં ખોટી રીતે એક વિદ્યાર્થીનીને PhD પૂર્ણ કરાવનાર ગાઈડ તથા ગુનેગાર વ્યક્તિઓ સામે પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો - Mehsana : ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારો કરાયેલા વિસ્તારમાં દાદાના બુલડોઝરે તવાઈ બોલાવી

Tags :
Advertisement

.