Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot :અગ્નિકાંડમાં નવો ખુલાસો, પૂછપરછમાં ખોટી મિનિટ્સ નોટ રજૂ કરતા ગુનો નોંધાયો

Rajkot : 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી 27 નિર્દોષ વ્યક્તિના મૃત્યુ થયા તેના બે દિવસ બાદ 27 મેએ સાંજના 4:36 મિનિટે સાગઠિયાએ પૂર્વ એટીપીઓને આદેશ આપી તમામ ટેક્નિકલ સ્ટાફને સેન્ટ્રલ ઝોન કચેરીએ બોલાવી પોતાનું નામ...
rajkot  અગ્નિકાંડમાં નવો ખુલાસો  પૂછપરછમાં ખોટી મિનિટ્સ નોટ રજૂ કરતા ગુનો નોંધાયો

Rajkot : 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી 27 નિર્દોષ વ્યક્તિના મૃત્યુ થયા તેના બે દિવસ બાદ 27 મેએ સાંજના 4:36 મિનિટે સાગઠિયાએ પૂર્વ એટીપીઓને આદેશ આપી તમામ ટેક્નિકલ સ્ટાફને સેન્ટ્રલ ઝોન કચેરીએ બોલાવી પોતાનું નામ પોલીસ તપાસમાં ક્યાંય ન આવે તે માટે આખી નવી જ ડુપ્લિકેટ મિનિટ્સ બુક બનાવી પોલીસમાં રજૂ કરી હતી. ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની તપાસ ચલાવી રહેલી સીટે મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ઉર્ફે મનોજ સાગઠિયા સામે વધુ એક ગુનો નોંધ્યો છે.

Advertisement

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો વધુ એક ગુનો

ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા IPC 465, 466, 467, 471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.રાજકોટ (Rajkot)અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે,જેમાં પોલીસે માહિતી આપી છે કે,5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે.ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી.ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે,સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે.સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી.

IPC 465 હેઠળ ગુનો એટલે શું

ભારતીય દંડ સંહિતાની કલમ 465, 1860 કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ બનાવટી બનાવટના ગુના માટે અપરાધીની સજા સાથે સંબંધિત છે, આ કલમની જોગવાઈઓ અનુસાર, જે કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 463 માં દર્શાવેલ છેતરપિંડીનો ગુનો કરે છે. 1860 જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો ભારતીય દંડ સંહિતાની કલમ 465માં આવી વ્યક્તિને યોગ્ય સજા કરવાની જોગવાઈ છે, જેથી કોઈ વ્યક્તિ આવો ગુનો કરવાનો વિચાર પણ ન કરી શકે.

Advertisement

IPC 466 હેઠળ ગુનો એટલે શું

ભારતીય દંડ સંહિતાની કલમ 466 મુજબ, જે કોઈ પણ દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવે છે જે કોઈ કોર્ટમાં રેકોર્ડ અથવા કાર્યવાહી, અથવા જન્મ, બાપ્તિસ્મા, લગ્ન અથવા અંતિમ સંસ્કારનું રજિસ્ટર અથવા જાહેર સેવક તરીકેની તેની ક્ષમતામાં જાહેર સેવક દ્વારા રજૂ કરે છે. , રજીસ્ટર રાખવાનો હેતુ, અથવા જાહેર સેવક દ્વારા તેની અધિકૃત ક્ષમતામાં બનાવવામાં આવે તેવું કોઈ પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ, અથવા દાવોની સંસ્થા અથવા દાવોના બચાવ માટે હોવાનો હેતુ, કોઈપણ પગલાં લેવા, અથવા દાવો સ્વીકારો.

IPC 467 હેઠળ ગુનો એટલે શું

જે મૂલ્યવાન સિક્યોરિટી અથવા પુત્રને દત્તક લેવા માટેની ઇચ્છા અથવા અધિકૃતતા હોવાનો, અથવા કોઈપણ વ્યક્તિને કોઈપણ મૂલ્યવાન સિક્યોરિટી બનાવવા અથવા સ્થાનાંતરિત કરવા અથવા તેના પર કોઈ મુદ્દલ, વ્યાજ અથવા ડિવિડન્ડ મેળવવા માટે અધિકૃત કરવા માટેનો કોઈ દસ્તાવેજ હોવાનો હેતુ છે, અથવા કોઈપણ જંગમ મિલકત, નાણાં અથવા મૂલ્યવાન સિક્યોરિટીની રસીદ અથવા ડિલિવરી માટેના કોઈપણ સાધન અથવા નાણાંની ચૂકવણી સ્વીકારીને દેવાની છૂટ માટે રસીદ તરીકે દર્શાવતો કોઈપણ દસ્તાવેજ, અથવા કોઈપણ જંગમ મિલકત અથવા મૂલ્યવાનની રસીદની રસીદ બનાવવી સિક્યોરિટી, તેને આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની મુદત માટે કેદની સજા થશે અને તે દંડને પણ પાત્ર રહેશે.

Advertisement

IPC 471 હેઠળ ગુનો એટલે શું

જો કોઈ વ્યક્તિ જાણીજોઈને બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરે છે, તે અસલી હોવાનો ઢોંગ કરે છે, તો તેને સજા કરવામાં આવશે જાણે કે તેણે પોતે જ બનાવટી દસ્તાવેજ બનાવ્યો હોય.

નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી

TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે.4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી.તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું.4 સપ્ટેમ્બર, 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી.ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે.ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં આવ્યું સામે.

આ પણ  વાંચો - Madhavpura Bank scam: માધવપુરા બેંક કૌભાંડમાં 23 વર્ષ બાદ આરોપીઓ સામે ચાર્જફ્રેમ

આ પણ  વાંચો - Gujarat High Court: રાજ્યની જેલનાં ફરાર થતા કેદીઓ માટે સજા અંગે નીતિ જ નથી : હાઈકોર્ટ

આ પણ  વાંચો - VADODARA : PI સાહેબ, મમ્મી ફોન ઉપાડતી નથી, તપાસ કરો

Tags :
Advertisement

.