Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi ની 'હિંદુ' અંગે ટિપ્પણીના પડઘા ગુજરાતમાં! મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો-પથ્થરમારો

લોકસભામાં (Lok Sabha) ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુ અંગે ટિપ્પણી કરી હતી, જે બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીના નિવેદનની અસર હવે ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી છે. અમદાવાદમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય (Congress office) ખાતે...
rahul gandhi ની  હિંદુ  અંગે ટિપ્પણીના પડઘા ગુજરાતમાં  મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો પથ્થરમારો

લોકસભામાં (Lok Sabha) ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુ અંગે ટિપ્પણી કરી હતી, જે બાદ સંસદમાં ભારે હોબાળો થયો હતો. રાહુલ ગાંધીના નિવેદનની અસર હવે ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી છે. અમદાવાદમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય (Congress office) ખાતે મોડી રાત્રે ભારે હોબાળો થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પથરાવ પણ કર્યો હોવાની માહિતી છે. ટોળામાંથી કેટલાક શખ્સોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી પણ લગાવી હતી.

Advertisement

લોકોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર લગાવી કાળી શાહી

રાહુલ ગાંધીના 'હિંદુ' અંગેની ટિપ્પણી બાદ વિવાદ

લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) હિંદુ અંગેની ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો છે. સંસદમાં સત્તા પક્ષે રાહુલ ગાંધીના નિવેદનનો ઊગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે હવે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં (Ahmedabad) આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોડી રાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના (Bajrang Dal) 20 થી 25 કાર્યકર્તાઓએ પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીના હિંદુ અંગેની ટિપ્પણી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

કેટલાક લોકોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર લગાવી કાળી શાહી

કોંગ્રેસ કાર્યાલય બહાર હોબાળો, પથ્થરમારો

દરમિયાન, ટોળામાંથી કેટલાક શખ્સોએ તો કાર્યાલય બહાર દીવાલ પર ચોંટાડેલા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી પણ લગાવી હતી. માહિતી મુજબ, કેટલાક લોકોનાં ટોળાએ વહેલી સવારે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર પથરાવ પણ કર્યો હતો. જો કે, આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા ટીમ ત્યાં પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જણાવી દઈએ કે, સોમવારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ, મણિપુર (Manipur), NEET, ખેડૂતો, અગ્નિવીર સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પરંતું, જ્યારે રાહુલ ગાંધીએ 'હિંદુ' અંગે ટિપ્પણી કરી તો ભારે વિવાદ થયો હતો અને વડાપ્રધાન મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને અન્ય મંત્રીઓએ ઊભા થઈને રાહુલ ગાંધીના ભાષણ સામે વાંધો ઊઠાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - “Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું”, CM યોગીએ કહ્યું – અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું…

આ પણ વાંચો - લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો, મોદી, શાહ બાદ નડ્ડાએ ઉઠાવ્યો વાંધો

આ પણ વાંચો - Rahul Gandhi ના હિન્દુઓ પરના નિવેદનથી સંસદમાં હંગામો…

Tags :
Advertisement

.