Raghavji Patel : કાલાવાડમાં કેબિનેટ મંત્રીનું છલકાયું દર્દ! CM બનવા અંગે જાહેરમાં કહી આ વાત
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું (Raghavji Patel) મોટું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે જાહેરમાં મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કાલાવડમાં (Kalavad) જાહેર મંચ પરથી રાઘવજી પટેલે રમુજી અંદાજમાં કહ્યું કે, મારો CM પછીનો નંબર નથી, પરંતુ હું પ્રયાસ કરું છું. CM પદે પહોંચવું કે ન પહોંચવું એ મા આશાપુરા જાણે.
જામનગરના (Jamnagar) કાલાવડમાં જાહેર મંચ પર કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) એક મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદન થકી કેબિનેટ મંત્રીએ મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હોય તેમ ચર્ચા છે. કાલાવડમાં કેબિનેટમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, હું ધ્રોલની રૈયત છું. તમારા સહકારથી રાજ્યમાં હું કેબિનેટમંત્રી બન્યો છું. સાત વખત ધારાસભ્ય અને પાંચ વખત મંત્રી બન્યો છું. તમારા બધાયના પ્રયાસથી હું બીજી વખત કેબિનેટ મંત્રી છું.
કાલાવાડના કાર્યક્રમમાં બોલ્યા કેબિનેટ મંત્રી Raghavji Patel
રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છુઃ Raghavji Patel
મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી પરંતુ જવાની ટ્રાય કરુ છુઃ Raghavji Patel@RaghavjiPatel @Bhupendrapbjp @BJP4Gujarat @sanghaviharsh @CRPaatil @vishvek11 #Rajkot #Kalawad… pic.twitter.com/2PNujkPnnX— Gujarat First (@GujaratFirst) January 18, 2024
આ સાથે રાઘવજી પટેલે (Raghavji Patel) રમુજી અંદાજમાં કહ્યું કે, બાપુએ કહ્યું હતું કે મુખ્યમંત્રી પછી તમારો નંબર છે, પણ મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી, પરંતુ જવાની ટ્રાય કરુ છું. મુખ્યમંત્રી પદે પહોંચવું કે ન પહોંચવું એ મા આશાપુરા જાણે. રાઘવજી પટેલના આ નિવેદન બાદથી તેમણે મુખ્યમંત્રી (Chief Minister) બનવાની ઇચ્છા વ્યક્ત કરી હોય તેમ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો - Ambaji : આજથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ, ગબ્બર પર અખંડ જ્યોતને શાકભાજીનો શણગાર, 21 કિલો લાડુ ધરાવાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ