Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar : હોસ્પિટલમાં તબીબ-સ્ટાફ પર હુમલો કરનારા લુખ્ખા તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

પોરબંદરની (Porbandar) એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબને ધમકી આપી તેના પર હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા કમલાબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી આજે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં જ્યાં ઘટના બની હતી તે સ્થળ પર...
porbandar   હોસ્પિટલમાં તબીબ સ્ટાફ પર હુમલો કરનારા લુખ્ખા તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

પોરબંદરની (Porbandar) એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબને ધમકી આપી તેના પર હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા કમલાબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી આજે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં જ્યાં ઘટના બની હતી તે સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન, આરોપી પાસે માફી મંગાવવામાં આવી હતી અને કાયદાનો ભાન કરાવ્યું હતું.

Advertisement

શું હતો સમગ્ર મામલો

પોરબંદરની (Porbandar) સરકારી હોસ્પિટલનાં (Bhavsinghji Hospita) સિવિલ સર્જન ડોક્ટર અનિરુદ્ધ તિવારીએ (Dr. Anirudh Tiwari) જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના 12 કલાકે 4 લોકો સરકારી ભાવસિંહજી હોસ્પિટલ આવ્યા હતા. આ 4 પૈકી 2 ઇજાગ્રસ્ત હતાં. સારવાર લેવા આવેલા વ્યક્તિઓએ હોસ્પિટલનાં સ્ટાફ અને ફરજ બજાવતા ડોક્ટર ભરત તાવરી સાથે ગેરવર્તન કર્યું હતું અને ડોક્ટર પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે આરોપીઓ પાસે માફી મગાવી

Advertisement

પોલીસમાંથી મળતી વિગતો મુજબ, આરોપીઓએ તબીબને ધમકી આપી હતી કે,'તું અમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને મારી નાખીશું'. આ બાબતે ડો. ભરત તાવરીએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં (Kamalbagh police Station) જાણ કરતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યાં સાગર ઉર્ફે ચિરાગ રમેશ સાદિયા, શરદ દિનેશ રાઠોડ અને અજાણ્યા શખ્સોની ધરપકડ કરી હતી. કમલાબાગ પોલીસે હોસ્પિટલમાં સરભરાં કરી અને ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ કાન પકડી તબીબની માફી માંગી અને કહ્યું કે,'અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આ પ્રકારનું વર્તન નહિ કરીએ'. ડો. ભરત તાવરીએ (Dr. Bharat Tawari) પોલીસ અધિકારી અને સ્ટાફનો આભાર માન્યો હતો.

અહેવાલ- કિશન ચૌહાણ, પોરબંદર

Advertisement

આ પણ વાંચો - VUFIC : ગાંધીનગરમાં UPSC-GPSC ની તૈયારી માટે IAS-IPS એકેડમીનો શુભારંભ કરાયો

આ પણ વાંચો - Ahmedabad : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 73 વર્ષીય કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા, 1નું મોત

આ પણ વાંચો - Kutch : દીકરીની ઉંમરની યુવતી સાથે જાહેરમાં ST બસનો ડ્રાઇવર અશ્લિલ હરકતો કરતો Video વાઇરલ

Tags :
Advertisement

.