Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar : ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ તરીકે સતત ચોથીવાર પવન શિયાળની પસંદગી

પોરબંદર (Porbandar) ખારવા સમાજની મઢી ખાતે આજે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિનાં (Kharwa Samaj) વાર તરીકે ચોથી વખત પવનભાઈ શિયાળે શપથ લીધા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મોતિવરસે સાતમી વખત શપથ લીધા છે. એટલે કે...
porbandar   ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ તરીકે સતત ચોથીવાર પવન શિયાળની પસંદગી

પોરબંદર (Porbandar) ખારવા સમાજની મઢી ખાતે આજે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિનાં (Kharwa Samaj) વાર તરીકે ચોથી વખત પવનભાઈ શિયાળે શપથ લીધા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મોતિવરસે સાતમી વખત શપથ લીધા છે. એટલે કે પોરબંદરનાં યુવા વાણોટ ચોથી વખત ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. પોરબંદર ખાતે સમગ્ર ગુજરાત ખારવા સમાજનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Advertisement

સતત ચોથીવાર પ્રમુખ તરીકે પવન શીયાળની વરણી

ગુજરાતમાં ખારવા સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને મોટાભાગે ખારવા સમાજ મત્સ્યોઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને પોરબંદર ખાતે બાર ગામ ખારવા સમાજના પ્રમુખ એટલે કે વાણોટની વરણી કરવામાં આવે છે. ખારવા સમાજનાં (Kharwa Samaj) નવ ડાયરાના પંચ-પટેલો ચૂંટાય આવ્યા બાદ વાણોટની વરણી કરવામાં આવે છે. ત્યારે આજે પોરબંદર ખાતે સમસ્ત બાર ગામ ખારવા સમાજનાં વાણોટ તરીકે પવનભાઇ શિયાળની (Pawan Sheyal) સતત ચોથી વખત વરણી કરવામાં આવી હતી. તેમ જ ઉપપ્રમુખ અશ્વિનભાઇ ભીખુભાઇ જુંગીની (Ashwin Jungi) વરણી કરવામાં આવી હતી.

આજે ગાદી પર બિરાજમાન થતા પૂર્વે પવન શિયાળે ખારવા પંચાયત મઢીમાં બિરાજમાન દેવી-દેવતાઓની પૂજા કરી હતી. ત્યાર બાદ સાફો પહેરવામાં આવ્યો હતો અને કુંવારિકા દ્વારા કુંમકુંમનું તિલક કરવામાં આવ્યું હતું. પોરબંદર (Porbandar) ખારવા સમાજની પંચાયત મંદિર મઢીના ઉપરના સભાખંડ મા વાણોટની નિમણુંક બાબતે નવનિયુકત પંચપટેલ/ટ્રસ્ટીઓની એક મિટિંગ રાખવામા આવેલ હતી. વાણોટ પવન શિયાળે નિયમ મુજબ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થતા રાજીનામું આપ્યું હતું. પવન શિયાળની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખી બિનહરીફ તરીકે ચોથી વખત સર્વાનુમત્તે પોરબંદર ખારવા સમાજનાં વાણોટ તરીકે પવન શિયાળની નિયુક્તિ કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે અશ્વિન જુંગીની નિયુક્તિ કરવામા આવી છે.

Advertisement

માછીમારોનાં વિકાસ માટે લીધા સંકલ્પ

વાણોટ પવન શિયાળ (Pawan Sheyal) તથા નવનિયુકત પંચપટેલ/ટ્રસ્ટીઓ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે તથા અન્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષા એ લઈ જવા માટે તથા માછીમારોનાં વિકાસ માટે શપથ લીધા હતા. ઉપસ્થિત ખારવા સમાજનાં માજીવાણોટ, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો તથા અન્ય સમાજનાં મહાનુભાવોએ પ્રમુખ પવન શિયાળ તેમ જ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગીને હારતોરા કરી અભિવાદન કર્યુ હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ- કિશન ચૌહાણ, પોરબંદર

Advertisement

આ પણ વાંચો - Porbandar : હોસ્પિટલમાં તબીબ-સ્ટાફ પર હુમલો કરનારા લુખ્ખા તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ પણ વાંચો - VUFIC : ગાંધીનગરમાં UPSC-GPSC ની તૈયારી માટે IAS-IPS એકેડમીનો શુભારંભ કરાયો

આ પણ વાંચો - Ahmedabad : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 73 વર્ષીય કારચાલકે 3 વાહનોને અડફેટે લીધા, 1નું મોત

Tags :
Advertisement

.