Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Patan : રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

Patan : પાટણ(Patan)માં રાધનપુર હાઈવે પર મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે. 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ટીમ સહિત ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી...
patan   રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત  4નાં મોત

Patan : પાટણ(Patan)માં રાધનપુર હાઈવે પર મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે. 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ટીમ સહિત ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત

રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી મચી ગઈ છે. રાપર-આણંદ ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર સહિત 4નાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં 8 થી 10 જેટલા ઘાયલ થયા છે. માહિતી મુજબ ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અડધી રાત્રે અકસ્માત થયો હતો. વાહન પૂર ઝડપમાં હતું કે વિઝિબિલિટીનો અભાવ કે અન્ય કારણથી અકસ્માત સર્જાયો તેની પોલીસ વિગત મેળવી રહી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં લઈ જવાયા

અકસ્માત સર્જાતા લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. પોલીસ આ ઘટનાની સમગ્ર વિગત મેળવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 અમદાવાદમાં દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 6 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટના બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બની હતી. તેમાં દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં ગાડીઓનો કચરઘાણ વળ્યો હતા કારણ કે 3 ગાડીઓને અતસ્માત થયો હતો.

Advertisement

આ પણ વાંચો  - GUJARAT RAIN: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

આ પણ વાંચો  - Rajkot: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના,વૃદ્ધ મહિલાનું મોત

આ પણ વાંચો  - Gujarat First Impact: ભરૂચમાં ફુડ એન્ડ ડ્રગ્સના દરોડા, પાણીપુરીનો સામાન જોઈ અધિકારીઓ ચોંક્યા

Tags :
Advertisement

.