Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : ફરીવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા! સરકારી હોસ્પિટલ દારૂનો અડ્ડો બની ?

ગુજરાતમાં ફરી એકવાર દારૂબધીનાં લીરેલીરા ઉડયા છે. ફરી એકવાર મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) ગુજરાતમાં જ્યાં દારૂબંધીનો કાયદો અમલી છે ત્યાં સરકારી હોસ્પિટલમાંથી (government hospital) વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો...
panchmahal   ફરીવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા  સરકારી હોસ્પિટલ દારૂનો અડ્ડો બની

ગુજરાતમાં ફરી એકવાર દારૂબધીનાં લીરેલીરા ઉડયા છે. ફરી એકવાર મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) ગુજરાતમાં જ્યાં દારૂબંધીનો કાયદો અમલી છે ત્યાં સરકારી હોસ્પિટલમાંથી (government hospital) વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો છે. હોસ્પિટલમાં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ મામલે પંચમહાલ જિલ્લાના (Panchmahal) ઘોઘંબા (Ghoghamba) ગામના સરપંચ સહિત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. પોલીસે પણ CCTV ફૂટેજ અને હોસ્પિટલ સ્ટાફની મદદથી તપાસ હાથ ધરી છે.

Advertisement

દરવાજાને તાળું હોવા છતાં કોઈ ડસ્ટબિનમાં બોટલો ફેંકી ગયું

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પંચમહાલ (Panchmahal) જિલ્લાના ઘોઘંબા તાલુકામાં સરકારી રેફરલ હોસ્પિટલ (Government Referral Hospital) આવેલી છે. જ્યાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો સારવાર લેતા હોય છે. હોસ્પિટલના ઉપરના માળે રાખવામાં આવેલા ડસ્ટબિનમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ઉપરાંત, હોસ્પિટલની બહાર અને અન્ય જગ્યાઓ પર પણ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ઠેર ઠેર દારૂની બોટલો જોઈ હોસ્પિટલ જાણે દારૂનો અડ્ડો બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાંથી દારૂની બોટલો મળી આવતા ગામના સરપંચ સહિત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો સારવાર લેવા આવતા હોય છે ત્યાં દારૂનો જથ્થો મળતા અનેક સવાલ થઈ રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે આ જગ્યાએ જવા માટે સીડીના દરવાજાને તાળું મારવામાં આવ્યું છે. છતાં કોઈ વ્યક્તિ દરવાજો ખોલી ડસ્ટબિનમાં દારૂની બોટલો નાખી ગઈ હતી.

હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળતા ચકચાર

Advertisement

CCTV ફૂટેજના આધારે તપાસ

આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસે સ્ટેશનમાં (Ghoghamba Police) જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં લાગેલી સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાશી અને સ્ટાફની પૂછપરછ હાથ ધરી પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં તમામ જગ્યાને પણ સીસીટીવી કેમેરા સજ્જ કરવા અને આરોપીઓને કડક સજા કરવા માગ ઉચ્ચારી છે.

Advertisement

આ પણ વાંચો - Botad : પોલીસે BJP નેતાની ધરપકડ તો કરી પછી ડર લાગતા નેતાને ઉતારીને ફરાર!

આ પણ વાંચો - Sports Club of Gujarat માં 10 કરોડનું કૌંભાંડ! સાત વર્ષે પણ પૈસા પરત નથી અપાયા

આ પણ વાંચો - Palanpur : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, 5 વર્ષનું બાળક અવાવરું પડેલી ગાડીમાં બેઠું અને થયું મોત

Tags :
Advertisement

.