Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ! આ બે નેતાઓને પાર્ટીએ 6 વર્ષ માટે કર્યા બરતરફ

લોકસભાની ચૂંટણી પહેલા (Lok Sabha Elections) મહેસાણાના (Mehsana) વિજાપુર કોંગ્રેસમાં (Congress) ભંગાણ જોવા મળ્યું છે. જિલ્લા કોંગ્રેસે બે નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. માહિતી મુજબ, જિલ્લા કોંગ્રેસે તાલુકા પ્રમુખ અને જિલ્લા સેવાદળના પ્રમુખને તેમના...
mehsana   લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ  આ બે નેતાઓને પાર્ટીએ 6 વર્ષ માટે કર્યા બરતરફ

લોકસભાની ચૂંટણી પહેલા (Lok Sabha Elections) મહેસાણાના (Mehsana) વિજાપુર કોંગ્રેસમાં (Congress) ભંગાણ જોવા મળ્યું છે. જિલ્લા કોંગ્રેસે બે નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. માહિતી મુજબ, જિલ્લા કોંગ્રેસે તાલુકા પ્રમુખ અને જિલ્લા સેવાદળના પ્રમુખને તેમના પદ પરથી દૂર કર્યા છે. આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ બંને નેતા સી.જે. ચાવડાના ટેકેદાર હોવાનું સામે આવ્યું છે.

Advertisement

લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના (Mehsana) વિજાપુરમાં (Bijapur) કોંગ્રેસ પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશસિંહ ચૌહાણ (Dinesh Singh Chauhan) અને સેવા દળ પ્રમુખ યોગેશ મહેતાને (Yogeshbhai Mehta) પક્ષમાં તેમના પદ પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને નેતાઓ સી. જે. ચાવડાના ટેકેદાર હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા ડેલિગેટ વિજય પટેલને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલને પણ પક્ષમાંથી દૂર કરાયા હતા.

સી.જે. ચાવડા 12મીએ BJP માં જોડાયા

જણાવી દઈએ કે, 12 ફેબ્રુઆરીના રોજ સી.જે. ચાવડા (C.J.Chavda) બળવો કરીને કોંગ્રેસનો સાથ છોડી 12 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવવાના છે. જો કે, આ પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. સૂત્રો મુજબ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વિજાપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશસિંહ ચૌહાણ અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સેવા દળ પ્રમુખ યોગેશભાઈ મહેતાને 6 વર્ષ માટે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા છે.

Advertisement

આ પણ વાંચો - Weather : ઠંડીનો ચમકારો હજી વધશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Advertisement

Tags :
Advertisement

.