Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : મહિલા ASI અને તેમના પતિનો પાર્થિવ દેહ વતન લવાયો, અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી

કચ્છના (Kutch) મહિલા ASI અને તેમના પતિની કારનો ધાણેટી નજીક ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહિલા ASI વૈશાલી રાઠોડ અને તેમના પતિનું મોત નીપજ્યું હતું. આજે મહિલા ASI અને તેમના પતિનો પાર્થિવદેહ વતન પહોંચ્યો હતો. ત્યારે પોલીસે બન્નેને 'ગાર્ડ...
kutch   મહિલા asi અને તેમના પતિનો પાર્થિવ દેહ વતન લવાયો  અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી

કચ્છના (Kutch) મહિલા ASI અને તેમના પતિની કારનો ધાણેટી નજીક ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહિલા ASI વૈશાલી રાઠોડ અને તેમના પતિનું મોત નીપજ્યું હતું. આજે મહિલા ASI અને તેમના પતિનો પાર્થિવદેહ વતન પહોંચ્યો હતો. ત્યારે પોલીસે બન્નેને 'ગાર્ડ ઓફ ઓનર' સાથે વિદાય આપી હતી. દરમિયાન વતન પ્રશ્નનાવાડા સહિત નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

ધાણેટી નજીક કારને ટ્રકે અડફેટે લીધી હતી

મૂળ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાનાં ASI વૈશાલીબેન ભુજના (BHUj) નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. શનિવારે સવારે ASI વૈશાલીબેન પતિ સાથે મોગલધામ (Moguldham) દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન, ધાણેટી નજીક તેમની કારને એક ટ્રકે પૂરજોર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં ASI વૈશાલીબેન (ASI Vaishali Rathore) અને તેમના પતિને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું.

'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિદાય

આજે કચ્છના (Kutch) મહિલા ASI વૈશાલી રાઠોડ અને તેમના પતિના મૃતદેહને વતન ગીર સોમનાથના પ્રશ્નનાવાડા ખાતે લઇ જવામાં આવ્યો હતો. અહીં, પોલીસે બન્નેને 'ગાર્ડ ઓફ ઓનર' (guard of honour) સાથે વિદાય આપી હતી. દરમિયાન, ગામ સહિત નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મૃતક મહિલા ASI અને તેમના પતિને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં બંનેના લગ્ન થયા હતા. આશાસ્પદ દીકરા દીકરીના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ભારે ગમગીની છવાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Porbandar Highway Accident: યાત્રાળુઓની બસ અને ટેન્કર વચ્ચે કમકમાટી ભર્યો અકસ્માત થયો

Advertisement

આ પણ વાંચો - VADODARA : ટેન્કર અકસ્માતમાં ચાલકે સીટ પર દમ તોડ્યો

આ પણ વાંચો - Una Car Accident: ઊનામાં અકસ્માતના કાળજું કંપાવતા દ્રશ્ય, સિનિયર સિટીઝનને કચડી કાર દુકાનમાં ધુસી

Tags :
Advertisement

.