Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kuber Dindor : ગુરુપૂર્ણિમાએ HTAT ઉમેદવારોને મળશે મોટી ભેટ! શિક્ષણ મંત્રીનું મહત્ત્વનું નિવેદન

આજે શૈક્ષિકસંઘની (Teachers' Union) કારોબારીની મહત્ત્વની બેઠક મળી હતી. શિક્ષણમંત્રીની હાજરી યોજાયેલ આ બેઠકમાં HTAT મુખ્ય શિક્ષકોના નિયમો અંગે અને બદલી કેમ્પ યોજવા સંબંધિત મુખ્ય પ્રશ્નોને લઈ ચર્ચા થઈ હતી. બેઠક બાદ શિક્ષણમંત્રી કુબેર ડિંડરનું (Kuber Dindor) મહત્ત્વનું નિવેદન સામે...
kuber dindor   ગુરુપૂર્ણિમાએ htat ઉમેદવારોને મળશે મોટી ભેટ  શિક્ષણ મંત્રીનું મહત્ત્વનું નિવેદન

આજે શૈક્ષિકસંઘની (Teachers' Union) કારોબારીની મહત્ત્વની બેઠક મળી હતી. શિક્ષણમંત્રીની હાજરી યોજાયેલ આ બેઠકમાં HTAT મુખ્ય શિક્ષકોના નિયમો અંગે અને બદલી કેમ્પ યોજવા સંબંધિત મુખ્ય પ્રશ્નોને લઈ ચર્ચા થઈ હતી. બેઠક બાદ શિક્ષણમંત્રી કુબેર ડિંડરનું (Kuber Dindor) મહત્ત્વનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુરુપૂર્ણિમાંના દિવસે HTAT ઉમેદવારોને મોટી ભેટ આપવામાં આપશે. એટલે કે 21 જુલાઇએ નિયમો અંગે જાહેરાત થઈ શકે છે.

Advertisement

21 જુલાઈના રોજ HTAT ઉમેદવારોને મળશે મોટી ભેટ!

શૈક્ષિકસંઘની કારોબારીમાં HTAT મુખ્ય શિક્ષકોનાં નિયમોને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરેનું (Kuber Dindor) મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુરુપૂર્ણિમાંના (Guru purnima 2024) દિવસે એટલે કે 21 જુલાઈનાં રોજ HTAT ઉમેદવારોને મોટી ભેટ આપવામાં આવશે. એવું મનાઈ રહ્યું છે કે 21 જુલાઈના રોજ HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોને લઈને મહત્ત્વની જાહેરાત થઈ શકે છે. જો, આવું થશે તો HTAT ના તમામ પ્રશ્નો 12 વર્ષ પછી ઉકેલાશે.

કારોબારીમાં શિક્ષકોનાં પડતર પ્રશ્નો ઉકેલવા અંગે ચર્ચા

જણાવી દઈએ કે, આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મળી હતી, જેમાં શિક્ષકોનાં પડતર પ્રશ્નો ઉકેલવા માટે ચર્ચા થઈ હતી. આ પ્રશ્નોમાં 'ઓલ્ડ પેન્શન યોજના' (Old Pension Scheme) પૂર્ણ સ્વરૂપે લાગું કરવાની શિક્ષકોની માગ, HTAT નિયમો માટે બનાવવામાં આવેલ ડ્રાફ્ટ મુજબ ઠરાવ પસાર થાય સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. કારોબારી બેઠકમાં વર્ષ 2005 પહેલાનાં કર્મચારીઓને 'જૂની પેન્શન યોજના'માં સમાવેશ કરવામાં આવે, જૂના શિક્ષકોની ભરતી અને બદલીના લાભ, પ્રસુતિની રજાઓ સળંગ ગણવા, વ્યાયામ શિક્ષકોને ધો. 6 થી 8 માં સમાવેશ, પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ, ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી, સી.આર.સી/ બી.આર.સીનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધારવા અંગે ચર્ચા થઈ હતી.

Advertisement

બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ

ઉપરાતં, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવે, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે, શિક્ષકોને ફાજલનું રક્ષણ, ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે, માધ્યમિક 300 રજાનું રોકડમાં રૂપાંતરનો પરિપત્ર કરવો, માધ્યમિક શિક્ષકના વર્કલોડમાં સુધારો કરીને શિક્ષકના રેશિયામાં સુધારો કરવો, ઓનલાઈન કામગીરી તથા એકમ કસોટીનું ભારણ ઘટાડવું, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવા શિક્ષકો આકરા પાણીએ! ગાંધીનગરમાં આંદોલનની ચીમકી

આ પણ વાંચો - Ahmedabad : આંગડિયા પેઢીની 1 મહિના સુધી આરોપીઓએ કરી રેકી, પછી ઘડ્યો લૂંટનો માસ્ટર પ્લાન!

આ પણ વાંચો - Kutch : સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જેલ હવાલે, પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી

Tags :
Advertisement

.