Kheda : PSI સહિત પોલીસકર્મીઓ પર હુમલા મામલે આરોપીઓનાં ઘરે પોલીસની મોટી કાર્યવાહી!
ખેડા (Kheda) જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશનના PSI પર ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી મામલે મોટા સમાચાર આવ્યા છે. લીંબાસી પોલીસ (Limbasi Police) એક્શન મોડમાં આવી છે અને અસામાજિક તત્વોને લઈ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સમગ્ર મામલે લીંબાસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે વાળોત્રી ગામે આરોપી મફા ભરવાડના ઘરે નોટીસ લગાવવામાં આવી છે અને વિસ્તારમાં અસામાજિક તત્વો શોધખોળ આદરી છે.
ખેડા (Kheda) જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશનના (Limbasi Police Station) PSI પર ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી મામલે લીંબાસી પોલીસે આરોપી મફા ભરવાડ (Mafa Bharwad) સહિત અન્ય અસામાજિક તત્વોના ઘરે નોટિસ લગાવી છે. સાથે જ પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે. માહિતી મુજબ, પોલીસ દ્વારા આરોપીઓને બે દિવસમાં હાજર રહેવા નોટિસ ફટકારી છે. આ સાથે પોલીસ આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો ?
વિગત પ્રમાણે, વળોત્રીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ પર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી. આરોપી સાયલા પાટિયા પાસે PSI પર ગાડી ચડાવી તારાપુર તરફ ભાગી ગયો હતો. પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી. જોકે, પોલીસે મફા ભરવાડ (Mafa Bharwad) સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યો છે. આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય 10 જેટલા માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ (Limbasi Police) પર હુમલો કર્યો હતો, જેમાં આવેલા લોકોએ પોલીસ પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીને લઈને ભાગી ગયા હતા. નોંધનીય છે કે, ઘટના દરમિયાન પોલીસકર્મીઓને હાથ અને પગમાં પણ લાકડીઓ મારવામાં આવી હતી.
આ પણ વાંચો - Kheda: ‘જાનથી મારી નાખીશું’ આરોપીને છોડાવવા ટોળાએ PSI સહિત પોલીસ પર કર્યો હુમલો
આ પણ વાંચો - AHMEDABAD: મિત્રના નામે ફોન કરીને રાયપુરના યુવક પાસેથી 3.90 લાખ ખંખેરી લીધા, નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો - જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ કોંગ્રેસ નેતાનું અપહરણ કરી ઢોર માર માર્યો, એટ્રોસિટી હેઠળ કેસ દાખલ