Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ અંગે સંતો, મહંતો અને નેતાઓની પ્રતિક્રિયા

જુનાગઢમાં (Junagadh) 31 જાન્યુઆરીના રોજ નરસિંહ સ્કૂલ ખાતે ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) ગુજરાત ATS દ્વારા મુંબઈના ઘાટકોપરથી (Ghatkopar) અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હવે મૌલાનાને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર જુનાગઢ લઇ આવવા...
junagadh   મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ અંગે સંતો  મહંતો અને નેતાઓની પ્રતિક્રિયા

જુનાગઢમાં (Junagadh) 31 જાન્યુઆરીના રોજ નરસિંહ સ્કૂલ ખાતે ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) ગુજરાત ATS દ્વારા મુંબઈના ઘાટકોપરથી (Ghatkopar) અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હવે મૌલાનાને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર જુનાગઢ લઇ આવવા ગુજરાત પોલીસની ટીમ રવાના થઈ ગઈ છે. આવતીકાલે મૌલાનાને જુનાગઢ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મૌલાનાના નિવેદનને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું મૌલાના પર નિવેદન સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ ગીરનાર ગુરૂ દત્તાત્રેય સંસ્થાનના મહેશગીરી બાપુએ પણ પ્રતિક્રિયા આપી છે.

Advertisement

મૌલાના તરફથી જે વાત કરાઈ તે યોગ્ય નથી : ઇમરાન ખેડાવાલા

માહિતી મુજબ, જુનાગઢ (Junagadh) પોલીસની ટીમ મૌલાનાનો કબજો મેળવવા મુંબઈ (Mumbai) પહોંચી છે. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મૌલાનાને જુનાગઢ લવાશે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. માહિતી મુજબ, જુનાગઢ પોલીસના 2 PSI સહિત 15 પોલીસ કર્મચારીઓની ટીમ ATS ઓફિસ પહોંચી છે. ગુજરાત ATS ની એક ટીમ પણ જુનાગઢ જશે. મુંબઈની જેમ જુનાગઢ ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દરમિયાન મૌલાનાના નિવેદન અંગે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) અને ગીરનાર ગુરૂ દત્તાત્રેય સંસ્થાનના મહેશગીરી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, મૌલાના તરફથી જાહેરમાં જે વાત કરવામાં આવી તે યોગ્ય નથી. મૌલાના હોય કે મહંત હોય, જાહેરમાં આવા નિવેદન ન આપવા જોઈએ. તેમણે આગળ કહ્યું કે, ગુજરાત અને દેશની અંદર લોકો એકતા અને શાંતિથી રહે છે. કોઈ પણ દેશની શાંતિ ડોહળાય તેવા પ્રયત્નો ન કરાવા જોઈએ. હું મૌલાનાના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું.

Advertisement

આ સીધે સીધો શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ : મહેશગીરી બાપુ

બીજી તરફ આ મામલે ગીરનાર ગુરૂ દત્તાત્રેય સંસ્થાનના મહેશગીરી બાપુએ (Maheshgiri Bapu) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જુનાગઢમાં હિન્દુ-મુસ્લિમ એક છે. અમુક લોકો દ્વારા ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે. જુનાગઢનો (Junagadh) હિન્દુ સમાજ સનાતની છે. શાંતિને લઈને ચાલનારોનો આ સમાજ છે, જો એમની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કોઈ કરશે તો ક્રાંતિને લઈને ચાલવાવાળો આ સમાજ છે. તેમણે આગળ કહ્યું કે, આવા આયોજનોમાં માણસ બોલીને જતો રહે અને તંત્ર કાર્યવાહી ન કરે. આ સીધે સીધો શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે, ઉદાહરણ રૂપ સજા થવી જ જોઈએ. તંત્ર કોઈ કાર્યવાહી ન કરી શકે તો અમને કહો અમે કાર્યવાહી કરીશું.

Advertisement

માહિતી મુજબ, ગુજરાત ATS હેડક્વાટર ખાતે મૌલાના સલમાન અઝહરીની પૂછપરછ હાથ ધરાઈ હતી. પૂછપરછ દરમિયાન, જુનાગઢ ખાતે સભાને સંબોધવા માટે કોણે આમંત્રણ આપ્યું હતું ? આ સભા દરમિયાન કેટલીવાર ભડકાઉ ભાષણો કર્યા ? સહિત વિગતો મેળવવામાં આવી રહી છે. જુનાગઢ પોલીસ ટીમે પણ વીડિયો પૂરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. અહેવાલ છે કે, 30 મિનિટ કરતા વધારે સમયથી મૌલાનાની પૂછપરછ ચાલી હતી.

દિપીલદાસજી મહારાજે પણ આપી પ્રતિક્રિયા

મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ પર અમદાવાદના જગન્નાથ મંદિરના મંહત શ્રી દિલીપદાસજી મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા છે. તેમણે કહ્યું કે, આવા ભડકાઉ ભાષણ આપનારા લોકોની અટકાયત થવી જોઈએ. સરકારે પણ આ મામલે કડક પગલાં લેવા જોઈએ. જો કોઈ વ્યક્તિ સમાજમાં જાહેરમાં આવા ભાષણ કરી તંગ વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરે તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. દિલીપદાસજી મહારાજે આગળ કહ્યું કે, આવા ભડકાઉ ભાષણ આપતા કાર્યક્રમો રદ કરવા જોઈએ.

ગાંધીનગરના ધોલેશ્વર મહાદેવ મંદિરના મહંતની પ્રતિક્રિયા

મૌલાના સલમાન અઝહરીના નિવેદન પર ગાંધીનગરના ધોલેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ સમાચારથી ઘણો દુ:ખ થાય છે. ગુજરાત જેવા શાંત પ્રદેશમાં આવા અશાંત માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી હોવી જોઈએ. ભારત એક શાંતિપ્રિય દેશ છે અને આ દેશમાં જે પણ વ્યક્તિ ધર્મ અને રાષ્ટ્રને વાગોવે આવા વ્યક્તિ સામે કડક પગલાં લેવા જોઈએ.

ધોલેશ્વર મહાદેવ મંદિરના મહંત

ડભોળાના હનુમાન મંદિરના પૂજારી :

ડભોળાના હનુમાન મંદિરના પૂજારી રાજેશભાઈએ કહ્યું કે, મુંબઇના મૌલાનાએ જુનાગઢમાં જે ભડકાઉ ભાષાણ કર્યા તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. ધર્મ ગુરુઓએ આવા નિવેદનથી લોકોને અસમંજસમાં મૂકવા જોઈએ નહીં. ગુજરાત એટીએસે જે તેમની કામગીરી બજાવી છે તે યોગ્ય છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ

ડભોળા હનુમાન મંદિરના પૂજારી રાજેશભાઈ

કચ્છ એકલધામના મહંતની પ્રતિક્રિયા

કચ્છ એકલધામના મહંત યોગી દેવનાથબાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહિં. તેમણે આગળ કહ્યું કે, હિન્દુઓને ડરાવવાની કોશિશ થઈ રહી છે. જેહાદીઓને કડક સજા મળવી જોઈએ.

કચ્છ એકલધામના મહંત યોગી દેવનાથબાપુ

આ પણ વાંચો - Rajkot : PGVCL કચેરી સામે 5 દિવસથી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, મુખ્ય ગેટ બંધ, અધિકારો અન્ય ગેટથી જવા મજબૂર

Tags :
Advertisement

.