JAMNAGAR : પાંચ તાલુકાઓમાં વરસાદ બન્યો આફત, 4 ના મોત
JAMNAGAR : જામનગર (JAMNAGAR) જિલ્લામાં ગઈકાલે છ તાલુકાઓમાં અડધા ઇંચ થી માંડી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વીજળી પડતા બે માનવ મૃત્યુ અને ૨૦ થી વધુ પશુઓના મૃત્યુ પણ નીપજ્યા છે. કાલાવડ પંથકમાં સૌથી વધુ વરસાદ ખાબકઓ હતો , જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી છતર ગામે પુરમાં તણાયેલા રોડને યુવાનોની તેમે હેમખેમ ઉગારી લીધા છે. જામનગર જિલ્લાના છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પુરા થતા 24 કલાકના સવારના 6:00 વાગ્યાના ગાળા સુધીમાં અડધાથી માંડી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં જામનગર તાલુકાના જામણોથલી મોટી ભલસાણ ગામે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જોડીયા તાલુકાના પીઠડ અને બાલંભા ગામે એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.
ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો
ધ્રોલ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસાદ નોંધાયો નથી. જ્યારે કાલાવડ તાલુકા અને પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જેમાં ખરેડી ગામે ચાર ઇંચ જ્યારે નવા ગામમાં પોણા બે ઇંચ મોટા પાંચ દેવડામાં અડધો ઇંચ વલસાણ બેરાજા ગામે પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના સમાણા ગામે અડધો ઇંચ અને શેઠ વડાળામાં ત્રણ ઇંચ વાંસડિયામાં સવા ઇંચ ગુંદડામાં પોણા બે ઇંચ ધ્રાફામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જામવાડી અને પરડવામાં પણ સારો વરસાદ પડ્યો હતો. લાલપુર તાલુકાની વાત કરવામાં આવે તો પીપરટોડા અને હરીપરમાં અડધો ઇંચ જ્યારે મોટા ખડબા ગામે એક ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો જ્યારે ભણગોર ગામે પણ ઝાપટા પડ્યા હતા. જિલ્લાના છએ તાલુકા મથકોની વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
20 થી વધુ ઘેટાં-બકરાઓના મૃત્યુ
જેમાં સૌથી વધુ કાલાવડ તાલુકા મથકે પોણા બે ઇંચ વરસાદ થયો હતો, જયારે લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો, જિલ્લામાં સમાંતર અઢી ઇંચ વરસાદ થયો છે. જેમાં જામનગરમાં પોણા બે ઇંચ, જોડીયામાં એક ઇંચ, કાલાવડ અને લાલપુરમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં હજુ વરસાદનું આગમન થયું નથી. કાલાવડ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે સ્થિતિ સર્જાઈ હતી. તાલુકાના ડેરી ગામે બળદગાડું તણાઈ જતા દોઢ વર્ષના બાળક અને બે બળદ ડૂબીયા હતા. જ્યારે બે મહિલા સહિત અન્ય પાંચનો બચાવ થયો હતો. તો મકરાણી સણોસરા ગામે વીજળી પડતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે જામજોધપુર તાલુકાના બમઠીયા ગામે વીજળી પડતા પશુપાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 20 થી વધુ ઘેટાં-બકરાઓના મૃત્યુ નીપજ્યા છે. આ ઉપરાંત ભુપત આંબરડી ગામે પણ વીજળી પડતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.
અહેવાલ - નથુ રામડા, જામનગર
આ પણ વાંચો - Junagadh: મેંદરડા પંથકમાં પરપ્રાંતીય ખેત મજૂરના પુત્રને દીપડાએ ફાડી ખાધો